અમદાવાદ,ગુરુવાર,27
જુન,2024
અમદાવાદમાં આ વર્ષે ત્રીસ લાખ રોપા-વૃક્ષ વાવવાનુ અભિયાન
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરવામાં આવ્યુ છે.સો દિવસમાં ત્રીસ લાખનુ વાવેતર
કરવુ હોય તો રોજના ત્રીસ હજાર રોપા કે વૃક્ષનુ વાવેતર કરવુ પડે.બગીચા ખાતાએ ૨૧
દિવસમાં રોજના ૯૩૦૦નું વાવેતર કરતા ૨૬ જુન સુધીમાં માત્ર ૧.૯૫ લાખનું જ વાવેતર કરી
શકાયુ છે.બગીચા ખાતાએ મિશન મિલીયન થ્રી અંતર્ગત અત્યારસુધીમાં માત્ર ૩૩ ટકા
કામગીરી પુરી કરી છે.
પાંચ જુનને વિશ્વ પર્યાવરણ દિવસથી અમદાવાદમાં ત્રીસ દિવસમાં
ત્રીસ લાખ રોપા-વૃક્ષ વાવવાનુ અભિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરવામાં આવ્યુ છે.આ અભિયાન હેઠળ પ્લાન્ટેશન
ખરીદવાથી લઈ લઈ અન્ય કામગીરી કરવા માટેના કામ પુરા કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની
મળેલી બેઠકમાં તાકીદના એજન્ડા ઉપર બગીચા ખાતા તરફથી મંજૂરી માટે મુકવામા આવેલી
દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.ત્રીસલાખ રોપા-વૃક્ષોના વાવેતર માટે ગાર્ડન કમિટી
બનાવવામા આવી હોવાનુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ બેઠક બાદ કહયુ હતુ.
બગીચાખાતાના ડિરેકટર જિજ્ઞોશ પટેલે કહયુ,
૨૬ જુન સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાં ૧.૯૫ લાખ રોપા-વૃક્ષનું વાવેતર કરવામા
આવ્યુ છે.
૩૦ લાખનુ વાવેતર કરવા ૩૪ કરોડનો ખર્ચ કરાશે
શહેરમાં ચોમાસાના સો દિવસમાં ત્રીસ લાખ રોપા-વૃક્ષનું
વાવેતર કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ, જે એજન્સી છોડ
આપશે એ એજન્સી જ વાવેતર કરશે. ૨૫ ટકા ડીપોઝીટ જે તે એજન્સી પાસેથી તંત્ર લેશે.બે
વર્ષ માટે પ્લાન્ટેશનનો ઉછેર કરવો પડશે .જેવી શરતો સાથપ્કામગીરી આપવામા
આવશે.પ્લાન્ટેશન માટે મ્યુનિ.તંત્ર પ્લોટ ફાળવશે.