back to top
Homeદુનિયાવિદેશોમાં વસતા ભારતીયોએ એટલા પૈસા સ્વદેશ મોકલ્યા કે ચીન અને અમેરિકા પણ...

વિદેશોમાં વસતા ભારતીયોએ એટલા પૈસા સ્વદેશ મોકલ્યા કે ચીન અને અમેરિકા પણ દંગ થઇ ગયા

– એન.આર.આઈ. દ્વારા 120 અબજ ડોલર ભારત મોકલાવાય છે

– વિત્ત વર્ષ 2023-24 દરમિયાન વિદેશોમાં વસતા ભારતીયોએ જેટલા પૈસા સ્વદેશ મોકલ્યા તે વિદેશોમાં વસતા અમેરિકનોએ મોકલેલા પૈસા કરતા બમણા છે

નવી દિલ્હી : વિદેશોમાં વસતા ભારતીયોએ સ્વદેશમાં ખોબે ખોબા પૈસા મોકલ્યા છે. વર્લ્ડ બેન્કે જે આંકડા પ્રસિધ્ધ કર્યા છે તે પ્રમાણે વિત્ત વર્ષ ૨૦૨૩-૨૪માં વિદેશમાં રહેતા ભારતીયોએ ૧૨૦ અબજ ડોલર જેટલી રકમ સ્વદેશ મોકલી છે, જે વિદેશોમાં વસતા અમેરિકનોએ સ્વદેશ મોકલેલી રકમ કરતાં બમણી છે. તે પછી ચીનનો ક્રમ (ત્રીજો) આવે છે.

ભારતમાં એન.આર.આઈ. દ્વારા મોકલાયેલી રકમમાં આ વિત્ત વર્ષ દરમિયાન ૭.૫% જેટલો વધારો થયો છે.

અમેરિકામાં ઇન્ફલેશનમાં થયેલો ઘટાડો અને માર્કેટ લેવલમાં આવેલી મજબૂતીને લીધે તેમને આ લાભ મળ્યો છે જો કે લો-એન્ડ મિડલ ઇન્કમ ગુ્રપના તમામ દેશોના જે નાગરિકો અમેરિકામાં સ્થિર થયા છે તેઓએ કુલ મળી ૬૫૬ અબજ ડોલર્સ સ્વદેશ મોકલ્યા છે.

વર્લ્ડ બેન્ક રીપોર્ટ જણાવે છે કે વિદેશોમાં વસેલા અમેરિકનો સ્વદેશ જેટલી રકમ મોકલે છે તેથી બમણી રકમ ભારતીયો ભારત મોકલે છે.

સ્વદેશ રકમ મોકલનારા ટોપ-૫ દેશોમાં, ભારત, અમેરિકા, ચીન, ફીલીપાઈન્સ અને પાકિસ્તાન પણ સામેલ છે. મેક્સિકન્સે ચાલુ વિત્ત વર્ષમાં ૬૬ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે છેક અપ્રિલ મહિનામાં વર્લ્ડ બેન્ક તેમજ આઈએમએફ (IMF) દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતનો વિકાસ દર દુનિયામાં સૌથી વધુ ઝડપી છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતના જીડીપીનો વિકાસ દર ૬.૭ ટકાથી વધારી ૭ ટકા કર્યો છે. તેવામાં એમ.આર.આઈઝ દ્વારા મહ્દઅંશે ડોલરમાં કરાતી વૃદ્ધિ ભારત માટે શુભ સમાચાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments