મુંબઈ : કેન્દ્રિય બજેટની તૈયારી અને આ વખતે બજેટમાં અનેક મોટા પોઝિટીવ પગલાં લેવાશે એવા દેશના રાષ્ટ્ર પ્રમુખના નિવેદનમાં સંકેત વચ્ચે આજે ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ સતત નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો હતો. નિફટી ૫૦ સ્પોટમાં પ્રથમ વખત ૨૪૦૦૦ની સપાટી પાર થવા સાથે સેન્સેક્સે પણ ૭૯૦૦૦નું લેવલ પ્રથમ વખત કુદાવી ઐતિહાસિક નવું શિખર સર કર્યું હતું. ફંડો, મહારથીઓએ આઈટી શેરો ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર, સિમેન્ટ, સ્ટીલ શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં મોટી ખરીદી કર્યા સાથે રિલાયન્સ, બેંકિંગ, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં લેવાલી કરી હતી. સેન્સેક્સે ઈન્ટ્રા-ડે ૭૯૩૯૬.૦૩ની નવી ઊંચાઈનો ઈતિહાસ રચી અંતે ૫૬૮.૯૩ પોઈન્ટ ઉછળીને ૭૯૨૪૩.૧૮ નવી રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૨૪૦૮૭.૪૫ ઈન્ટ્રા-ડે નવી ટોચ બનાવી અંતે ૧૭૫.૭૦ પોઈન્ટ ઉછળીને ૨૪૦૪૪.૫૦ નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો.
અલ્ટ્રાટેક સિમેન્ટ એક્વિઝિશનના અહેવાલે રૂ.૫૬૫ ઉછળીને રૂ.૧૧,૭૧૫ ; રિલાયન્સ રૂ.૩૦૭૫ શિખરે
સેન્સેક્સ શેરોમાં આજે અલ્ટ્રાટેક સિમેન્ટમાં સતત ફંડોએ મોટી ખરીદી કરી હતી, કંપની દ્વારા ઈન્ડિયા સિમેન્ટને હસ્તગત કરવાના અહેવાલ સાથે ફંડોનું આકર્ષણ વધતાં શેર રૂ.૫૬૫.૦૫ ઉછળી રૂ.૧૧,૭૧૪.૮૦ નવી ઊંચાઈએ રહ્યો હતો. જ્યારે ઈન્ડિયા સિમેન્ટ રૂ.૩૦.૨૦ ઉછળીને રૂ.૨૯૩.૧૫ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડો સતત બીજા દિવસે લેવાલ રહેતાં રૂ.૩૦૭૫ નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચી અંતે રૂ.૩૩.૭૦ વધીને રૂ.૩૦૬૧.૧૦ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં તેજી ; સાસ્કેન રૂ.૧૦૦ ઉછળીને રૂ.૧૭૪૯ ; વિપ્રો, ઓરેકલ, ઈન્ફોસીસ ઉછળ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ વ્યાપક આક્રમક ખરીદી કરી હતી. સાસ્કેન રૂ.૧૦૦.૬૦ વધીને રૂ.૧૭૪૮.૮૫, જેનેસિસ રૂ.૨૯.૫૫ વધીને રૂ.૫૯૫.૮૦, ઓરિઓનપ્રો રૂ.૫૯.૫૫ વધીને રૂ.૧૪૩૨.૪૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૮૮.૪૫ ઉછળીને રૂ.૯૮૭૯.૫૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૯૪.૨૫ વધીને રૂ.૫૩૭૨.૪૫, વિપ્રો રૂ.૧૫.૫૫ વધીને રૂ.૫૧૦.૭૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૮૭.૯૫ વધીને રૂ.૪૦૪૦, ઈન્ફોસીસ રૂ.૩૨.૧૫ વધીને રૂ.૧૫૭૩.૫૦, કોફોર્જ રૂ.૧૧૦.૧૦ વધીને રૂ.૫૪૩૦, ટીસીએસ રૂ.૭૭.૪૫ વધીને રૂ.૩૯૩૩.૫૦, ટેક મહિન્દ્રા રૂ.૧૯.૫૫ વધીને રૂ.૧૪૩૨.૦૫ એચસીએલ ટેકનોલોજી રૂ.૧૧.૭૫ વધીને રૂ.૧૪૫૬.૨૫ રહ્યા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં કોટક બેંક રૂ.૩૪ વધીને રૂ.૧૮૩૦ ; મન્નપુરમ, પીએનબી ગિલ્ટ્સમાં તેજી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું પસંદગીનું ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૩.૭૦ વધીને રૂ.૧૮૩૦.૮૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૬.૧૫ વધીને રૂ.૧૫૦૩.૯૦, એક્સિસ બેંક રૂ.૩.૧૦ વધીને રૂ.૧૨૮૯ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં મન્નપુરમ રૂ.૧૪.૪૫ વધીને રૂ.૨૧૦.૯૦, પીએનબી ગિલ્ટ્સ રૂ.૭.૫૦ વધીને રૂ.૧૪૨.૧૫, મુથુટ ફિન રૂ.૫૬.૮૫ વધીને રૂ.૧૮૩૧.૩૦, સીએસબી બેંક રૂ.૭.૨૫ વધીને રૂ.૩૬૪.૧૦, આરઈસી લિમિટેડ રૂ.૮.૬૫ વધીને રૂ.૫૨૩.૮૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૯.૩૫ વધીને રૂ.૬૨૯.૩૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફરી વેલ્યુબાઈંગ ; કમિન્સ રૂ.૮૧ ઉછળી રૂ.૪૦૭૮ ; બોશ રૂ.૭૯૪ વધીને રૂ.૩૪,૯૬૮
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફરી વેલ્યુબાઈંગ થતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૯૭.૩૬ પોઈન્ટ ઉછળીને ૫૭૩૧૬.૬૭ બંધ રહ્યો હતો. મધરસન રૂ.૪.૭૦ વધીને રૂ.૧૯૮.૪૫, બોશ રૂ.૭૯૪ વધીને રૂ.૩૪,૯૬૮.૩૫, ટાટા મોટર્સ રૂ.૨૦.૨૫ વધીને રૂ.૯૭૨, કમિન્સ ઈન્ડિયા રૂ.૮૧.૫૦ વધીને રૂ.૪૦૭૮.૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૩.૪૫ વધીને રૂ.૨૮૮૪.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૪૪.૩૦ વધીને રૂ.૫૪૯૫ રહ્યા હતા.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૪૦ લાખ કરોડ વધીને રૂ.૪૩૮.૪૨ લાખ કરોડની વિક્રમી ઊંચાઈએ
આઈટી, પાવર, ઓટો, બેંકિંગ શેરોની આગેવાનીએ ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજી આગળ વધતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૦ લાખ કરોડ વધીને રૂ.૪૩૮.૪૨ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.
ફોરેન ફંડોનું લાર્જ કેપ શેરોમાં રોકાણ વધ્યું ; સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગે ૨૪૬૩ શેરો નેગેટીવ
ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ફ્રન્ટ-રનીંગ મામલે સેબી તપાસના અહેવાલે સ્મોલ, મિડ કેપ ફંડોમાં રોકાણમાં ઈન્વેસ્ટરોની સાવચેતી સાથે શેરોમાં રોકાણકારો વેચવાલ બનતાં અને લાર્જ કેપ શેરોમાં રોકાણ તરફનો ઝુંકાવ વધતાં માર્કેટબ્રેડથ આજે નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૬૩ અને વધનારની સંખ્યા ૧૪૩૪ રહી હતી.
FPIs/FIIની શેરોમાં રૂ.૭૬૫૯ કરોડની જંગી ચોખ્ખી ખરીદી ; DIIની રૂ.૩૬૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશમાં શેરોમાં રૂ.૭૬૫૮.૭૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૦,૮૪૯.૪૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૩,૧૯૦.૭૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૬૦૫.૯૩કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૬,૮૮૭.૩૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૦,૪૯૩.૨૮ કરોડની વેચવાલી થઈ હતી.