4 Wheeler Banned in Polo Forest : ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે. વરસાદના આગમનની સાથે જ પ્રકૃતિ પણ સોળે કલાએ ખીલી ઉઠે છે. ત્યારે પ્રવાસીઓ સાબરકાંઠામાં આવેલા પોળો ફોરેસ્ટની મુલાકાત લેવા પહોંચી જતા હોય છે, ત્યારે પ્રવાસીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં કલેક્ટર દ્વારા ભારે વાહનોની પ્રવેશબંધીને લઇને મનાઇ હુકમ કરવામાં આવ્યો છે. માત્ર ટુ વ્હીલરને જ પ્રવેશ મળશે. આ પ્રતિબંધ 20 ઓગસ્ટ 2024 સુધી અમલમાં રહેશે.
કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં જણાવવામાં આવ્યું છે જે વાણજ ડેમથી વિજયનગર તરફ જતા ત્રણ રસ્તા સુધીના રોડ પર ફોર વ્હીલર અને તેના કરતાં ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. માત્ર ટુ વ્હીલર લઇને જઇ શકાશે. અત્રે ઉલ્લેખનીય છે પ્રવાસન વિભાગ દ્વારા પોળો ફોરેસ્ટને પોલ્યુશન ફ્રી ઇકો ટુરીઝમ તરીકે વિકાસવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જાહેરનામું 20 ઓગસ્ટ 2024 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂદ્ધ કલમ 188 હેઠળ દંડ ફટકારવામાં આવશે.
ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે જગ્યા
પોલો ફોરેસ્ટ અમદવાદથી માત્ર 150 કિલોમીટરના અંતરે પોળો ફોરેસ્ટ આવેલું છે. વીકએન્ડ માટે લોકોનું ખૂબ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. મોટાભાગે લોકો વીકએન્ડમાં શાંતિ અને પ્રકૃતિનો અનુભવ કરવા માટે પોળો ફોરેસ્ટ પહોંચી જતા હોય છે. આ સ્થળ ખૂબ શાંત છે. અહીં તમે તમારા પરિવાર અને મિત્રો સાથે જઇ શકો છો.
પોળો ફોરેસ્ટ પહાડીઓથી ઘેરાયેલું છે. જ્યાં હરણાવ નદી આખા જંગલમાં ફેલાયેલી છે. તમે હરણાવ ડેમ, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિર અને આસપાસના વિસ્તોરોની મુલાકાત લઇ શકે છો. પોળો ફોરેસ્ટમાં પહાડોમાં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો.
પોળો ફોરેસ્ટમાં જોવા લાયક સ્થળો
પોળો હેરિટેજ જૈન મંદિર
શિવ મંદિર
સૂર્ય મંદિર
સારણેશ્વર મહાદેવ
દરગાહ પોઇન્ટ
વીરેશ્વર મંદિર
ઇકો પોઇન્ટ અને સેલ્ફી પોઇન્ટ
ભીમ પર્વત ટ્રેકિંગ
વિરાંજલી વન
સુંદર પહાડો
હરણાવ નદી