Image: Freepik
Turmeric Benefits: હળદર એવો મસાલો છે જે તમને દરેકના રસોડામાં સરળતાથી મળી જશે. ભોજનમાં હળદર ના માત્ર રંગ અને સ્વાદ વધારે છે પરંતુ હળદર ખાવાથી ઘણી બિમારીઓને પણ દૂર કરી શકાય છે. પરંતુ સવારે તમે ખાલી પેટ 1 ચપટી હળદરનું સેવન કરો છો તો તેનાથી સ્થૂળતા ઘટાડવામાં ફાયદો મળે છે. સાથે જ હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે જે તમારી ઓરલ હેલ્થને સારી બનાવે છે. હળદરનું સેવન કરવાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. આ સિવાય પેટ સંબંધિત બિમારીઓમાં હળદર અસરદાર કામ કરે છે. એક રીતે કહી શકીએ કે મસાલામાં હળદર આરોગ્ય માટે ખજાનો છે.
સવારે કેવી રીતે હળદરનું સેવન કરવું?
સવારે હળદરનું સેવન કરવાની સૌથી સારી રીત છે. તમે સવારે ઉઠ્યા બાદ ખાલી પેટ 1 ગ્લાસ પાણી પીવો છો તેમાં હળદર નાખીને પી લો. આ માટે તમે ઈચ્છો તો રાત્રે જ પાણીમાં 1 ચપટી હળદર નાખી દો અને સવારે તેને ગરમ કરીને પી લો કે પછી સવારે જ્યારે પીવો તો તેમાં 1 ચપટી હળદર નાખીને ગરમ કરી લો અને આ પાણીને પી લો. હળદરવાળા પાણીને મોઢામાં ફેરવતાં અને ધીમે-ધીમે પીવું જોઈએ. તેના થોડા સમય બાદ કંઈ ખાવ નહીં.
ખાલી પેટ હળદર ખાવાના ફાયદા
દરરોજ 1 ચપટી હળદર તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. સ્થૂળતા ઘટાડવા માટે હળદરવાળું પાણી જરૂર ટ્રાય કરો.
હળદરવાળું પાણી પીવાથી તમારી પાચનશક્તિ સુધરે છે અને પેટ સારી રીતે ક્લિન થઈ જાય છે.
હળદરમાં કરક્યૂમિન હોય છે જે શરીરમાં થનારા સોજા એટલે કે ઈન્ફ્લેમેશનને ઘટાડે છે.
હળદરમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે જે સ્કિન માટે સારું હોય છે. સ્કિનને ફ્રી રેડિકલ્સ અને સેલ્સ ડેમેજથી બચાવે છે.
હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
હળદરનું સેવન કરવાથી શરીરને ઘણા પ્રકારના ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ મળે છે.
જ્યારે તમે એક ચપટી હળદર ખાવ છો તો તેનાથી ઓરલ હેલ્થમાં સુધારો થાય છે અને ફાયદો મળે છે.
સાંધાના દુખાવામાં હળદરનું સેવન કરવાથી ખૂબ આરામ મળે છે. તેનાથી શરીર સ્વસ્થ રહે છે.