ભુજમાં યુવાન સાથે ક્રેડીટ કાર્ડના નામે ૯૧ હજારની ઠગાઇ
સાયબર સેલ (એલસીબી) તુરંત કાર્યવાહી કરી ગયેલી રકમમાંથી ૮૦ હજાર મેળવી આપ્યા
ભુજ: ભુજના યુવાનને ક્રેડીટ કાર્ડમાં રિવર્ટ પોઇન્ટ વધારવા એક્સિસ બેન્ક મુંબઇના હેડ ઓફિસમાંથી બોલતા હોવાની ઓળખ આપી અજાણ્યા કોલરે લાલચ આપી ઓટીપી મેળવીને ઓનલાઇન ટ્રાન્જેકશન કરીને રૂપિયા ૯૧,૩૯૫ લઇ છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. ભોગબનારે ફરિયાદ કરતાં પશ્ચિમ કચ્છ સાયબર સેલ એલસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને ગયેલી રકમમાંથ રૂપિયા ૭૯,૬૮૯ પરત ફરિયાદીના એકાઉન્ટમાં અપાવી દીધા હતા.
ભુજ રહેતા દેવરાજ ગૌડા નામના શખ્સને એક્સિસ બેન્ક મુંબઇ ઓફિસમાંથી વાત કરૂ છુ કહીને કોઇ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને તમારા એક્સિસ બેન્કના ક્રેડીટ કાર્ડમાં રીવર્ડ પોઇન્ટ જમા થયેલ છે. તમે કેશ કનવર્ડ કરીને ક્રેડીટ કાર્ડનું બીલ ભરવા માંગો છો કે, ઓનલાઇન બીલ ભરશો જેથી અરજદારે ઓનલાઇન બીલ ભરવાની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઓનલાઇન ભરસો તો તમને બીજા બીલમાં ૨ હજારનું રીવર્ડ મળશે તેવી લાલચ આપીને ઓટીપી મોકલી તે ઓટીપી મેળવીને અજાણ્યા કોલરે ફરિયાદીની જાણ બહાર ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ૯૧,૩૯૫ ઉપાડી લીધા હતા. જેથી ફરિયાદીએ સાયબર સેલ એલસીબીનો સંપર્ક કરતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફરિયાદીની ગયેલી રકમમાંથી ૭૯,૬૮૯ રૂપિયા બેન્ક એકાઉન્ટમાં પરત અપાવી દીધા હતા.