(Facebook/@alicia.hill.611072)
Indian man arrested in Canada for Groping: કેનેડામાં ન્યુ બ્રુન્સવિક પ્રાંતમાં મોન્કટન શહેરમાં આવેલાં એક વૉટર પાર્કમાં 25 વર્ષનો એક ભારતીયએ શારીરિક છેડછાડ કરવાના ચાળે ચડી 12 લોકોની છેડતી કરતાં પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી. નોવા સ્કોટિયાના હેલીફેસ ખાતે વસતાં આ ભારતીયની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા સાત જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. આ ભારતીયને હાલ કસ્ટડીમાંથી છોડી મુકવામાં આવ્યો છે પણ 24 ઓક્ટોબરે તેને મોન્કટન પ્રોવિન્સિયલ કોર્ટમાં આગળની કાર્યવાહી માટે હાજર કરવામાં આવશે.
વોટરપાર્કમાં ભારતીયએ કિશોરી સહિત બારની છેડતી કરી
પોલીસે આ વ્યક્તિની ઓળખ છતી કરી નથી પણ તેની ધરપકડનો વીડિયો ઇન્ટરનેટ પર સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ ગયો હતો. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલાં નિવેદનમાં સાત જુલાઇએ આ ઘટના સ્થળે રહેલાં લોકોને જો તેઓ જાતીય છેડતીનો ભોગ બન્યા હોય તો આગળ આવી ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું છે.
ભોગ બનેલી એક સગીર માતાએ વ્યક્તિનો ફોટો ફેસબુક પર શેર કર્યો
આ યુવક દ્વારા કરવામાં આવેલી જાતીય છેડછાડનો ભોગ બનેલી એક સગીર વયની કિશોરીની માતાએ આ વ્યક્તિનો ફોટો ફેસબુક પર મુક્યો હતો અને અન્ય માતાપિતાઓને આ માણસના વર્તન સામે સાવધ રહેવાની ચેતવણી આપી હતી.
આ મહિલાએ જણાવ્યું હતું કે તે અન્ય ભારતીય લોકોના જૂથ સાથે હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ માણસ વોટરપાર્કમાં ફરતો હતો અને જે હાથે ચડે તેની શારીરિક છેડતી કરતો હતો. આ વ્યક્તિએ તેમની છેડતી કરી હોવાની 12 લોકોએ જુબાની આપી હતી. આ વ્યક્તિની હરકતનો ભોગ બનનારામાં કેટલાક તો 16 વર્ષથી પણ નાની વયના છે. પોલીસે આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે જઈ આ શખ્સની ધરપકડ કરી હતી.