વન વિભાગ અને વહીવટી તંત્રનું મેગા ડિમોલિશન
બામણસા ગીરને ૪.૪ હેકટર, વડાળા ગીરને ૨.૨ હેકટર અને વાડલા ગીરને ૨.૮૩ હેકટર જમીન નવા ગામતળ માટે ફાળવવા ક્વાયત
ગીર, વડાળા
ગીર, વાડલા
ગીર ગામમાં દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન ૩૯ હજાર ચો.મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી
છે, જેની
કિ.રૃ.૩ કરોડ ૭૦ લાખ થાય છે.
તાલાલા પંથકના ૧૬ ગામોને ગામની નજીક આવેલ જંગલખાતાની
પી.એફ.ની જમીનમાંથી વધારાનું નવું ગામતળ માટે જમીન આપવા સરકારે મંજૂરી આપી હતી.
જેના અંતર્ગત બામણાસા ગીરને ૪.૪ હેકટર,
વડાળા ગીર ૨.૨ હેક્ટર અને વાડલા ગીરને ૨.૮૩ હેકટર નવા ગામતળ માટે જમીન મળશે. આ
જમીન ઉપર પેશકદમી હોય. તે ખુલ્લી કરાવી. જે તે ગામને આપવાની માંગણી અંતર્ગત ગીર
સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલાલા મામલતદાર,તાલુકા પંચાયત
અને વન વિભાગ સાથે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નવા ગામતળની જમીન ઉપરનું દબાણ દુર
કરવા બે દિવસથી કામગીરી કરવામાં આવી હતી જેમાં બામણાસા ગીર ગામેથી ૧૬૦૦૦ ચો.મીટર
કિ.રૃ.બે કરોડ,વડાળા
ગીર ૧૧૦૦૦ ચો.મીટર કિ.રૃ.એક કરોડ અને
વાડલા ગીર ૧૨૦૦૦ ચો.મીટર કિ.રૃ.૭૦ લાખ સાથે કુલ ૩૯ હજાર ચો.મીટર સરકારી જમીન ઉપરની
પેશકદમી હટાવવામાં આવી જેની કુલ કિ.રૃ.૩ કરોડ ૭૦ લાખ થાય છે.
ડિમોલેશન દરમ્યાન કોમર્શિયલ તથા રહેણાંકના મોટા વંડા મળી ૮૭
દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ત્રણેય ગામમાં દબાણ હટાવ કામગીરી
દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો.