રાજકોટ નજીકના લોઠડા ગામની ઘટના
મૂળ યુપીના યુવાને એકાદ વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા, એકાદ માસ પહેલા લોઠડામાં કામે લાગ્યો હતો
રાજકોટ : મૂળ યુપીના અને હાલ રાજકોટ નજીકના લોઠડામાં જે.કે.
ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી ફાઉન્ડ્રીમાં કામ કરતા અને નજીકમાં આવેલી ઓરડીમાં રહેતા
શશીકાંત રાવ (ઉ.વ.ર૦)એ આજે પરોઢીયે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી ફાઉન્ડ્રીમાં કામ કરતા અને નજીકમાં આવેલી ઓરડીમાં રહેતા
શશીકાંત રાવ (ઉ.વ.ર૦)એ આજે પરોઢીયે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આજી ડેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે શશીકાંતે એકાદ વર્ષ
પહેલા વતનમાં લવ મેરેજ કર્યા હતા. એકાદ માસ પહેલા જ પત્ની સાથે લોઠડા આવી કામે
લાગ્યો હતો. હવે તેને વતન જવું હતું. પરંતુ પત્નીએ ના પાડતા લાગી આવતાં જીંદગી
ટુંકાવી લીધી હતી.
ગઈકાલે મોડી રાત્રે એકાદ વાગ્યા સુધી તેણે ફાઉન્ડ્રીમાં કામ
કર્યું હતું. ત્યાર પછી ઓરડીએ આવી સુઈ ગયો હતો. વહેલી સવારે જયારે તેની પત્ની
વોશરૃમ જવા માટે ઓરડીની બહાર નીકળી ત્યારે તેણે દુપટ્ટો ઓરડીના એંગલમાં નાખી
ગળાફાંસો ખાઈ લીધો હતો.
આપઘાત પાછળ પ્રાથમિક તપાસમાં બહાર આવેલું કારણ સાચું છે કે
અન્ય કોઈ કારણ તે અંગે આજી ડેમ પોલીસે તપાસ જારી રાખી છે.