રાજકીય આગેવાનોના કરતુતોઃ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યાના
પતિ, કારોબારી
ચેરમેન સહિત ચાર સામે ફરિયાદ
હેલ્મેટ, માસ્ક કે ઓક્સીજનની સુવિધા વિના મુળી તાલુકાના ભેટ ગામે સરકારી ખરાબામાં એક વખત બુરી નાખવામાં આવેલી ખાણના કૂવામાંથી ફરી ખોદકામ માટે શ્રમિકોને કામે લગાડવાની ગુનાહિત બેદરકારી દાખવનારા સામે સાપરાધ માનવ વધની કલમો હેઠળ ગુનો
ચોરીનું દુષણ દિન પ્રતિદિન વધતું રહ્યું છે ત્યારે મુળી તાલુકાના ભેટ ગામે આજરોજ કાર્બોસેલની
ખાણમાં બ્લાસ્ટ થયા બાદ ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના કમકમાટી ભર્યા મોત નિપજ્તાં સમગ્ર
જિલ્લામાં ચકચાર ફેલાઇ હતી. આ મુદ્દે મુળી તાલુકા પોલીસ મથકે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના
મહિલા સદસ્યાના પતિ તાલુકા પંચાયતના કારોબારી સમિતિનાં ચેરમેન સહિત ચાર શખ્સો સામે
પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં હેલ્મેટ,
માસ્ક, ઓક્સીજન કે
સુરક્ષાના સાધનો વિના શ્રમિકો પાસે ખોદકામ કરાવી અક્ષમ્ય બેદરાકીર દાખવવામાં આવતી હોવાથી
સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળી તાલુકાના
ભેટ ગામની સીમમાં સરકારી ખરાબામાં આવેલ કોલસાની ખાણની કુવો જે તંત્ર દ્વારા બુરી
નાંખવામાં આવ્યો હતો તેને ચાર શખ્સો દ્વારા ફરીથી ગેરકાયદેસર રીતે ખોદવા માટે ત્રણ
શ્રમીકોને રાખ્યા હતા આથી ત્રણેય શ્રમીકો બુરી નાંખવામાં આવેલ કોલસાની ખાણના
કુવાનું ખોદકામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન કુવામાંથી ગેસ નીકળતા ત્રણેય શ્રમીકોના
ગેસ ગળતરથી મોત નીપજ્યા હતા. જે અંગેની જાણ થતાં મૃતક શ્રમીકોના પરિવારજનો સહિત
આગેવાનો ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને આ મામલે જીલ્લા ખાણ ખનીજ વિભાગ, મુળી પોલીસ તેમજ
મામલતદારને જાણ કરી હતી. આથી તમામ ટીમો પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ત્રણેય
શ્રમીકોના મૃતદેહને બહાર કાઢી મોડીરાત્રે પીએમ અર્થે મુળી સરકારી હોસ્પીટલે
ખસેડવામાં આવ્યા હતા અને બીજે દિવસે તમામ શ્રમીકોના મૃતદેહના પરિવારને સોંપવામાં
આવતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. તેમજ કોલસાની
ખાણનું ખોદકામ કરાવનાર શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી જે મામલે મુળી
પોલીસ મથકે મૃતકના પિતા સવશીભાઈ ડાભીએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ
તપાસ હાથધરી છે. ત્યારે આ સમગ્ર બનાવમાં તંત્ર દ્વારા સરકારી ખરાબામાં કોલસાની
ખાણનો કુવો બુરી નાંખ્યો હતો અને આ બુરેલ કુવાનું જીલ્લા પંચાયતના મહિલા સદ્દસ્યના
પતિ તેમજ મુળી તાલુકાના પંચાયતના કારોબારી ચેરમેન સહિત અન્ય બે શખ્સો ગેરકાયદેસર
રીતે શ્રમીકોને રાખી ખોદકામ કરાવતા હતા તેમજ ત્રણેય શ્રમીકોને કોઈપણ જાતના હેલ્મેટ
કે સુરક્ષા, સલામતીના
સાધનો કે ઓક્સીજન તેમજ માસ્ક વગર કોલસાનો કુવો ખોદાવતા હતા આથી ચારેયની બેદરકારીના
કારણે ગેસ ગળતરથી ત્રણ શ્રમીકોના મોત નીપજ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે
અને માનવ વધ સા૫રાધ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભેટ ગામે ત્રણ શ્રમીકોના મોત નીપજ્યા તે સમગ્ર બનાવ સરકારી
જમીનમાં બન્યો છે ત્યારે આ કેસમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજચોરી થતાં આ
દુઃખદ ઘટના બની હતી. આથી જીલ્લા કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ દાખલ
કરવામાં આવે તેવી પણ લોકો સહિત જાગૃત આગેવાન રાજુભાઈ કરપડાએ માંગ કરી છે.
ગેસ ગળતરથી મૃત્યુ
પામનારા શ્રમિકો
(૧)
લક્ષ્મણભાઈ સવશીભાઈ ડાભી ઉ.વ.૩૫,
રહે.સાગધ્રા, તા.મુળી
(૨)
વિરમભાઈ કુકાભાઈ કેરાળીયા ઉ.વ.૩૫,
રહે.ઉંડવી, તા.થાન
(૩)
ખોડાભાઈ વાધાભાઈ મકવાણા ઉ.વ.૩૨,
રહે.ઉંડવી, તા.થાન