back to top
Homeજ્યોતિષવાંચો તમારું 14 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

વાંચો તમારું 14 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

મેષ: આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ અનુભવો.

વૃષભ : આપના કામમાં પ્રારંભિક પ્રતિકુૂળતા બાદ સાનુકૂળતા મળી રહે. મોસાળપક્ષ- સાસરીપક્ષના કામમાં વ્યસ્ત રહેવાનું થાય.

મિથુન- જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને સાનુકૂળતા થતી જાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થાય.

કર્ક- જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય. શાંતિથી દિવસ પસાર કરી લેવો.

સિંહ- અડોશ-પડોશના કામકાજ અંગે આપને વ્યસ્તતા રહે. દોડધામ જણાય. પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય.

કન્યા : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આનંદ રહે.

તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા રહ્યા કરે.

વૃશ્વિક : આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ- વિવાદ- ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે.

ધન : જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં રાહત થતી જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ-ફાયદો થાય.

મકર : ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ- નોકર-ચાકરવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. જો કે કામનો ઉકેલ આવતા રાહત જણાય.

કુંભ : દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

મીન: દિવસ પસાર થતો જાય તેમ આપને સુસ્તી- બેચેનીનો અનુભવ થાય. વાયરલ- સીઝનલ બીમારીથી આપે સંભાળવું પડે.

– અગ્નિદત્ત પદમનાભ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments