મેષ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. રાજકીય સરકારી કામનો ઉકેલ આવે.
વૃષભ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઉભા કરવાના પ્રયાસ કરે. આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસો થાય. ખર્ચ જણાય.
મિથુન : આપની મહેનત-બુધ્ધિ અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય- શુભકાર્ય થાય.
કર્ક : આપની બુધ્ધિ-અનુભવ આવડત-મહેનતથી આપના કામનો ધીરે-ધીરે ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. માતૃપક્ષે બીમારી-ચિંતાનુ આવરણ રહે.
સિંહ : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થાય. ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ-નોકરચાકર વર્ગના સાથ સહકારથી કામનો ઉકેલ લાવી શકો.
કન્યા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સહકાર મળી રહે.
તુલા : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી આનંદ જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકો. મિલન-મુલાકાત થાય.
વૃશ્ચિક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવો. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાંણાભીડ જણાય.
ધન : આપના કામમાં આકસ્મિક સરળત મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પુત્ર-પૌત્રાદિકનો સહકાર મળતાં રાહત રહે.
મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા જણાય.
કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ આપને મદદરૂપ બની રહે. આનંદ રહે.
મીન : આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે.
– અગ્નિદત્ત પદમનાભ