સુરત
વીમા
કંપનીએ ડેન્ટલ ટ્રીટમેન્ટનો ક્લેઈમ પોલીસી શરતના ભંગ બદલ નકારતા ગ્રાહક કોર્ટમા ફરિયાદ કરી હતી
વીમાદાર
અકસ્માતે પડી જવાથી દાંતને થયેલી ઈજાની સારવારનો ક્લેઈમ પોલીસી શરતના ભંગ બદલ
નકારી કાઢનાર વીમા કંપનીની ગ્રાહક સેવામાં ક્ષતિ બદલ સુરત જિલ્લા ગ્રાહક તકરાર
નિવારણ ફોરમના પ્રમુખ જજ આર.એલ.ઠક્કર તથા સભ્ય પુર્વીબેન જોશીએ વીમાદારને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત 1.30 લાખ તથા હાલાકી,અરજી ખર્ચ બદલ 5 હજાર ચુકવી આપવા વીમાકંપનીને હુકમ કર્યો છે.
ફરિયાદી
વીમાદાર અશોક શામજીભાઈ ઢોલા(રે.દર્શન પાર્ક સોસાયટી,વેડ કતારગામ) પોતાના તથા પરિવારના સભ્યોની
ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપની પાસેથી રૃ.5લાખની સમ એસ્યોર્ડ
તથા રૃ.1.25 લાખની બોનસ મળીને કુલ રૃ.6.25 લાખના વીમારાશિ ધરાવતી ન્યુ ઈન્ડીયા ફ્લોટર મેડીક્લેઈમ પોલીસી લીધી
હતી.જે અમલમાં હોવા દરમિયાન તા.11-12-20ના રોજ ફરિયાદીના
પુત્ર મીત મોલમાં આકસ્મિક ચક્કર આવતાં પડી જવાથી મોઢા તથા હોઠ ચીરાઈ જતાં હોસ્પિટલ
ખસેડાયા બાદ રૃા.47 હજાર સારવાર ખર્ચ થયો હતો. વીમા કંપનીએ
રૃ.7,750 કાપીને 39,975નો ક્લેઈમ ચુકવી
આપ્યો હતો.
ત્યારબાદ
વીમાદારના પુત્રને દાંતમાં થયેલી ઈજાનો દુઃખાવો થતાં સારવાર કરનાર તબીબે હોઠની
સર્જરીની રીકવરી માટે ડેન્ટીસ્ટને બતાવવાની જરૃર હોવાનું જણાવ્યું હતુ.જેથી
ફરિયાદીના પુત્રને તા.28-11-21ના રોજ ડેન્ટીસ્ટને બતાવતા બંને દાંતમાં ફ્રેકચર થયું હોવાથી સારવાર કરતાં
1.30 લાખનો ખર્ચ થયો હતો.જેનો ક્લેઈમ વીમા કંપનીએ પોલીસી
શરતના ભંગના નામે નકારી કાઢતાં ફરિયાદીએ નરેશ નાવડીયા મારફતે વીમા કંપનીની ગ્રાહક
સેવામાં ક્ષતિ બદલ વ્યાજ સહિત ક્લેઈમ વસુલ અપાવવા ધા નાખી હતી.જેની સુનાવણી બાદ
ગ્રાહક કોર્ટે ફરિયાદીની રજુઆતોને માન્ય રાખી વીમા કંપનીને ગ્રાહક સેવામાં ક્ષતિ
બદલ ઉપરોક્ત વ્યાજ સહિત ક્લેઈમ ચુકવવા હુકમ કર્યો છે.