back to top
Homeસુરતઉમરપાડા જળબંબાકાર, 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી નદીઓ ગાંડીતૂર, અનેક ગામોનો સંપર્ક...

ઉમરપાડા જળબંબાકાર, 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી નદીઓ ગાંડીતૂર, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો

Heavy Rain Umarpada : હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. ઉમેરપાડા તાલુકાના ઉમરગોટનો સંપર્ક તૂટી ગયો છે.  આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વળ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સવારે  6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં  10 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદના લીધે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.  છેલ્લા 24 કલાકમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

નર્મદા અને ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

નર્મદાના લાછરસમાં પાંચ ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઇ ગયા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે   ભરૂચના નેત્રંગમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.   ભરૂચ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.

▶️નર્મદા જિલ્લાના નાંદોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ

▶️નાંદોદના લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાયા#narmada #rain pic.twitter.com/FlyzAWFRuC

— DD News Gujarati (@DDNewsGujarati) July 15, 2024

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.

16મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી પડવાની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. 

17મી જુલાઈના દિવસે રાજ્યના મોટા ભાગના સ્થળે મેધમહેર

આ દિવસે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિત જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. બીજી તરફ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છુટાછવાયા સ્થળે ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.

18મી જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments