back to top
Homeઅમદાવાદકૃષ્ણનગરમાં આધેડે ૧૧ વર્ષની બાળકીને અડપલાં કરીને છેડતી કરી

કૃષ્ણનગરમાં આધેડે ૧૧ વર્ષની બાળકીને અડપલાં કરીને છેડતી કરી

અમદાવાદ,સોમવાર 

કૃષ્ણનનગરમાં આધેડે પોતાની દિકરી સમાન માસૂમ કિશોરી સાથે છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૃષ્ણનગરમાં બાળકી ટયૂશનથી છૂટીને ઘરે જતી હતી ત્યારે સોસાયટીના નાકે આઘેડે એકલતાનો લાભ લઇને અડપલાં કરીને છેડતી કરી હતી. એટલું જ નહી બાળકીની માસી આધેડના ઘરે વાત કરતા જતા ઝઘડો કર્યો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે આઘેડ સામે છેડતી સહીતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને સીસીટીવી ફૂટેજ આધાર વધુ તપાસ હાથ ધરી છે. 

ઠપકો આપવા ઘરે ગયા તો આધેડે બદનામ કરો છો કહી તકરાર કરી ઃ કૃષ્ણનગર પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

કૃષ્ણનગરમાં રહેતી અને અભ્યાસ કરતી ૧૧ વર્ષની બાળકી તા. ૫ના રોજ ટયૂશનથી છૂટીને ઘરે આવતી હતી ત્યારે સોસાયટીના નાકે પહોચી તે સમયે તેના વિસ્તારમાં રહેતા ૫૯ વર્ષના આધેડે એકલતાનો લાભ લઇને બાળકીને અડપલાં કરીને છેડતીને આઘેડ ત્યાંથી નાસી ગયા હતા. ઘરે જઇને બાળકી રડતી હતી જેથી માતા-પિતાએ પૂછતા  હકીકત જણાવી હતી. જો કે માતા-પિતાએ આ શખ્સ આવું ન કરે તમ માનીને ફરિયાદ કરી ન હતી. 

બીજીતરફ બાળકીના માસી તા.૧૩મીએ તેઓના ઘરે આવ્યા હતા અને બાળકીના માતા-પિતાએ તેઓને આ બનાવ અંગે જાણ કરતા બાળકીના માતા પિતા અને માસી આરોપીના ઘરે ગયા હતા. જ્યાં આરોપીએ પોતાને બદનામ કરો છો તેવું કહીને બોલાચાલી કરી તકરાર કરી હતી જેથી બાળકીના માતા-પિતાએ આઘેડ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ધરપકડ કરીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments