back to top
Homeમનોરંજનકેટરિનાની પ્રેગ્નેન્સીની અફવા પર વિકી કૌશલની સ્પષ્ટતા, કહ્યું- અમે ગુડ ન્યૂઝ આપીશું...

કેટરિનાની પ્રેગ્નેન્સીની અફવા પર વિકી કૌશલની સ્પષ્ટતા, કહ્યું- અમે ગુડ ન્યૂઝ આપીશું પણ અત્યારે…

Image: Facebook

Vicky Kaushal on Katrina Kaif Pregnancy: બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ છેલ્લાં ઘણાં સમયથી પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. કેટરિનાની પ્રેગ્નેન્સીના સમાચાર તે સમયે સામે આવવાના શરૂ થયા જ્યારે તે પોતાના પતિ વિકી કૌશલ સાથે લંડનમાં રજાઓ ગાળી રહી હતી અને તે દરમિયાનની અમુક તસવીરો ઈન્ટરનેટ પર સામે આવી હતી. તે બાદ લોકોએ તેના પ્રેગ્નન્ટ હોવાની વાત કરવાની શરૂ કરી દીધી. તે બાદ તે જ્યારે પણ ક્યાંક ઢીલા કપડામાં સ્પોટ થાય છે તો લોકોની શંકા વધુ પાક્કી થવા લાગે છે. આ દરમિયાન હવે પહેલી વખત પત્ની કેટરિનાની પ્રેગ્નન્સી પર વિકી કૌશલે મૌન તોડ્યું છે. 

અમે પોતે તમને ગુડ ન્યૂઝ આપીશું

વિકી કૌશલ અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ બેડ ન્યૂઝને લઈને ચર્ચામાં છે. વિકી અને ફિલ્મની સમગ્ર ટીમ અત્યારે પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન વિકીને એક ઈવેન્ટમાં કેટરિના કૈફની પ્રેગ્નન્સીને લઈને સવાલ કરાયો હતો. આ અંગે વિકી કૌશલે જવાબ આપતાં કહ્યું કે આ સમાચારમાં કોઈ સત્ય નથી, જે દિવસે યોગ્ય સમય આવશે હું પોતે આ ખુશખબરી તમારી સાથે શેર કરીશ, પરંતુ અત્યારે તમે બેડ ન્યૂઝ એન્જોય કરો. આ સમાચારથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેટરિના હાલ પ્રેગ્નન્ટ નથી.

અનંત-રાધિકાના લગ્નમાં આવ્યા હતાં નજર

તાજેતરમાં જ કેટરિના કૈફ અને વિકી કૌશલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સામેલ થયા હતાં. આ દરમિયાન કેટરિના લાલ કલરની સાડીમાં સુંદર લાગી રહી હતી. વિકીએ ક્રીમ કલરનો કુર્તો પાયજામા પહેરેલો હતો. બંનેની જોડી ખૂબ સુંદર નજર આવી રહી હતી. આ દરમિયાન પણ કેટરિનાને જોઈને લોકોએ તેના પ્રેગ્નેન્ટ હોવાની વાત કહી હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments