યંકુમતી નદી કિનારે રૂદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે લીંબડીમાં ભીમનાથ મહાદેવ મંદિરે 125 ફૂટનું : નેપાલમાં 81 ફૂટ ઉંચુ ત્રિશૂલ હયાત છે
કોડીનાર, : કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે યંકુમતી નદીના કાંઠે બિરાજતા રૂદ્રેશ્વર મહાદેવ મંદિરે અષાઢી ગુપ્ત નવરાત્રિના નવમા નોરતે 153 ફૂટ ઉંચા ત્રિશુલની વિધિવત સ્થાપના કરાઇ છે. ઉલ્લેખનીય છે કે લીંબડીમાં ભીમનાથ મહાદેવ મંદિરે 125 ફૂટનું, નેપાળમાં 81 ફૂટ ઊંચુ ત્રિશૂલ હૈયાત છે. તેની વર્તમાન ઉંચાઇ કરતા વધુ ઉંચાઇવાળુ ત્રિશુલ સ્થાપિત થયું છે.
કોડીનાર થી 17 કિલોમીટર દૂર ઘાંટવડ ગામ નાં શિંગોડા નદીના કિનારે આવેલા આવેલા રૂદ્રેશ્વર મહાદેવ મંદિરે 153 ફૂટના ઊંચા ત્રિશૂલનું ગુપ્ત નવરાત્રિના 8મા નોરતે બપોરે 12.39 વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું છે. શ્રી રૂદ્રેશ્વર જાગીરભારતી આશ્રમના મહંત અને શ્રી પંચદશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, ગુરૂદેવ પ્રેમભારતીબાપુ રતીબાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાંટવડમાં યંકુમતી નદીના કિનારે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રૂદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી છે 132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂલ બનાવાયું છે. કુલ ઊંચાઇ 153 ફૂટની છે. ગુજરાતમાં લીમડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું 125 ફૂટના ત્રિશૂલની સ્થાપના કરાઈ હતી જ્યારે નેપાળમાં 81 ફૂટ ઊંચું ત્રિશૂલ આવેલું છે. ત્રિશૂલનું વજન 450 કિલો છે તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે. કુલ વજન 2200 કિલો છે. જમીન પર 15 X 15નું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું. અને તેમાં 5X5નો કોલમ બનાવાયો છે. 3 સ્ટેપમાં કામ પૂરૂં કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ફાઉન્ડેશન, આરસીસી અને કોલમનું કામ કરાયું હતું. ત્યારબાદ 132 ફૂટનો થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો અને એ પછી તેના પર 21 ફૂટના ત્રિશૂલનું સ્થાપન કરવામાં આવ્યું છે. એકલા ફાઉન્ડેશનનું કામ જ 1 મહિનો ચાલ્યું હતું. 100 વર્ષ સુધી મજબૂતી યથાવત રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે 1200 મીમીના સ્ટડ નાખવામાં આવ્યા છે 4 ફૂટના નટ બોલ્ટ છે – તેમાં કુલ 27 નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ જેને લોકો શિંગોડો નદી કહે છે તેનું સાચું નામ યંકુમતી નદી છે અને તેનો સ્કંદપુરાણમાં પણ ઉલ્લેખ છે. આ નદીના કિનારે પાંડવોએ રૂદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી અને આ બાબતનો ઉલ્લેખ પણ અંદપરાણમાં હોવાનું મહંત શ્રીએ જણાવ્યું હતું