સુરત
ગુનાઈત ઈતિહાસ ધરાવતા આરોપી રાહુલ નાયરે જહાંગીરપુરા પોલીસ
ધરપકડ કરે તેવી દહેશતથી આગોતરા જામીન માટે અરજી કરી હતી
ઉંચા
વ્યાજે આપેલા નાણાં ચુકવી દીધા છતાં ફરિયાદીની કાર અને કોરા ચેક,પેપર્સ પરત નહી ંઆપની ગુનાઈત
ઠગાઈના કારસામાં સંડોવાયેલા આરોપીએ જહાંગીર પુરા પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી કરેલી
આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ પી.બી.પટેલે નકારી કાઢી છે.
મૂળ
વલસાડ જિલ્લાના ખેરગામ તાલુકાના વતની તથા જમીન દલાલી કરતાં 26 વર્ષીય ફરિયાદી
અનિરુધ્ધ નટવરલાલ પટેલ(રે.રેલ્વે કોલોની કીમ)એ તા.7-12-23ના
રોજ આરોપી રાહુલ અશોકકુમાર નાયર(રે.ચિત્રાલી રો હાઉસ,જહાંગીરપુરા)
પાસેથી રૃ.2.40 લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા.જેની સામે
ફરિયાદીએ બેંક ઓફ બરોડાના બે કોરા ચેક તથા પિતાના કોરા કાગળ પર સહી સાથે તેમની રૃ.5લાખની કિંમતની બલેનો કાર સિક્યુરીટી પેટે લખી આપી હતી.જેથી આરોપીએ
ફરિયાદીને એક મહીનાના વ્યાજના રૃ.12,500 કાપીને 2.40 લાખ આપ્યા હતા.જોકે ફરિયાદી પાસે નાણાંની સગવડ થઈ જતાં વ્યાજ અને મુદ્દલ લઈને કાર,કોરા ચેક
અને લખાણ પરત આપવા માંગ કરી હતી.પરંતુ આરોપીએ સહ આરોપી લાલા ભરવાડ સાથે વાત
કરવાનું જણાવીને બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી બળજબરીથી વધુ નાણાં પડાવવાના હેતુથી જો તું વધુ પૈસા ન
આપે તો તારા વાહનને દારુની હેરાફેરીમાં ચડાવીને દારુના કેસમાં ફસાવી દેવાની ધમકી
આપી હતી.
જે અંગે
ફરિયાદીએ આરોપી રાહુલ નાયર તથા લાલા ભરવાડ વિરુધ્ધ ઈપીકો-384,388, 420, 506 તથા
ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમના ભંગ બદલ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી
હતી.જેથી આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી રાહુલ નાયરે આગોતરા જામીન માટે માંગ
કરી હતી.આરોપીના બચાવપક્ષે એવો બચાવ લીધો
હતો કે ડીસેમ્બર-2023ના બનાવની ફરિયાદ જુન-2024માં કરવા પાછળનો ફરિયાદીએ ખુલાશો કર્યો નથી.કાર કે કોરા ચેક સિક્યુરીટી
પેટે આપ્યા નથી જેથી રીકવરી ડીસ્કવરીનો પ્રશ્ન નથી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી
ભરતસિંહ ચાવડાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ
પાંચ અલગ અલગ પ્રકારના ગુના નોંધાયેલા છે. ફરિયાદીએ નાણાં ચુકવી દીધા હોવા છતાં
સિક્યોરીટી પેટે લીધેલી કાર,ચેક ફરિયાદીને પરત ન આપનાર આરોપી
વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.હાલમાં તપાસ ચાલુ હોઈ આરોપીને આગોતરા
જામીન આપવાથી પોલીસ તપાસ અને સમાજ પર વિપરિત અસર પડવા સાથે સાક્ષી પુરાવા સાથે
ચેડા થવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ
દર્શનીય કેસ હોઈ કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાના નિર્દશ સાથે આગોતરા જામીનની
માંગને નકારી કાઢી છે.