સરકારમાંથી તગડો પગાર મેળવી રહેલાં ૨૭
ગાંધીનગર શહેરમાં શાળાના શિક્ષકો દ્વારા ખુલ્લેઆમ ખાનગી ક્લાસ ચલાવાતા હોવાની વાતે કોઇ પગલાં જ લેવાઇ રહ્યાં નથી
ત્યારે ગાંધીનગર શહેરમાં શાળાના શિક્ષકો દ્વારા ખુલ્લેઆમ ખાનગી ક્લાસ ચલાવાતા
હોવાની વાતે કોઇ પગલાં જ લેવાઇ રહ્યાં નથી. સરકારમાંથી તગડો પગાર મેળવી રહેલા
ટયુશનિયા શિક્ષકો સામે આખરે એક મદદનીશ શિક્ષિકા દ્વારા જ અવાજ ઉઠાવવામાં આવ્યો છે
અને જિલ્લા શિક્ષણાધિકારીથી લઇને છેક શિક્ષણ મંત્રી સુધી ફરિયાદ કરવામાં આવતાં
ચર્ચાનો વિષય બન્યો છે.
ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ, સામાન્ય પ્રવાહના આર. જી પટેલ ગર્લ્સ સેકન્ડરી અને એસ બી
પટેલ ગર્લ્સ સ્કૂલના શિક્ષિકા એવા અમિતાબેન પ્રેમઆનંદ મિશ્રા દ્વારા ઉપરોક્ત રજુઆત
શિક્ષણ મંત્રી, મુખ્ય
શિક્ષણ સચિવ, ગુજારાત
માધ્યમિક શિક્ષણ બોર્ડ, શાળા
કચેરીના કમિશનર, જિલ્લા
શિક્ષણાધિકારી, આદિજાતી
વિકાસ મંત્રી, જિલ્લા
કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતને સંબોધીને કરવામાં આવી છે. તેમાં
જણાવવામાં આવ્યા પ્રમાણે ગ્રાન્ટેડ શાળાના ૨૭ જેટલા શિક્ષકો દ્વારા કેમ્પસમાં જ
જુદા જુદા સ્થળે તથા ખાનગી ટયુશન ક્લાસમાં જઇને અને શહેરમાં જુદા જુદા સ્થળે ક્લાસ
ખોલીને ખુલ્લેઆમ ખાનગી ટયુશન કરવામાં આવી રહ્યાં છે. આ મુદ્દે સંચાલકોને એકથી વધુ
વખત ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ કોઇ પગલા લેવાના બદલે આવા શિક્ષકોને રક્ષણ
આપવામાં આવી રહ્યું છે. મીલીભગત કરીને શાળાના બાળકો પાસેથી ટયુશનની ફી પણ રોકડમાં
વસૂલવામાં આવે છે અને તેની અંદરો અંદર ભાગબટાઇ પણ કરવામાં આવે છે. તોતિંગ આવક
મેળવવાની સામે ઇન્કમ ટેક્સની ચોરી પણ કરવામાં આવે છે. કેમ, કે ફી વસૂલવા
સામે કોઇ પાવતી આપવામાં નથી. શિક્ષકો દ્વારા બાળકોનું ખાસ કરીને દિકરીઓનું શોષણ
કરાયાના ભૂતકાળમાં બનાવો બન્યા છે. આમ છતાં ટયુશનના સ્થળોે સીસી ટીવી કેમેરાની વોચ
પણ રાખવામાં આવતી નથી.
ગ્રાન્ટ કાપ અને શાળાની નોંધણી રદ સુધી પગલા લેવાઇ શકે ઃ
શિક્ષણાધિકારી
સરકારી અને અનુદાનિત શાળાના શિક્ષકો ખાનગી ટયુશન આપી શકતા નથી.
સરકારે તેના માટે ચોક્કસ જોગવાઇ કરીને પ્રતિબંધ મુકેલો છે. ત્યારે શિક્ષણાધિકારી દ્વારા
આ સંબંધે ગત ઓગસ્ટમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના સંચાલકો અને આચાર્યને
પત્ર પાઠવીને સત્તાવાર જણાવ્યુ હતું,
કે શૈક્ષણિક કે બિન શૈક્ષણિક સ્ટાફ મહેનતાણુ લઇને કે લીધા વગર પણ ખાનગી ટયુશન કરાવી
શકાશે નહીં. શિક્ષણ વિભાગના ઠરા અનુસાર શિક્ષકો ખાનગી ટયુશન કરાવે છે, તેવી જાણ હોવા છતાં
તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરીને પગલા નહીં ભરનાર શૈક્ષણિક સંસ્થા સામે ગ્રાન્ટ
ઇન એઇડ કોડના નિયમ ૯૫ની જોગવાઇ હેઠળ ગ્રાન્ટ કાપના પગલા લેવાશે. જે શાળાઓને નિભાવ ગ્રાન્ટ
મળવાપાત્ર ન હોય તેવી શાળાઓની નોંધણી જ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષકો ટયુશન નહીં કરાવતા હોવાની લેખિતમાં બાહેંધરી
લેવાનું ફરજીયાત
શાળા દ્વારા જ શિક્ષકો પાસેથી તેઓ ખાનગી ટયુશન કરાવતાં નથી
તેવી લેખિતમાં બાહેંધરી લેવામાં આવે તે બાબતને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા
ફરજીયાત કરવામાં આવેલી છે. તેના માટે રજીસ્ટર પણ નિભાવાનું ફરજીયત કરાયું છે.
આમછતાં તેનું ઉલ્લંઘન કરવામાં આવે છે. તે વાતથી આચાર્ય પણ અજાણ હોતાં નથી. પરંતુ
તેઓ એક નોટિસ પણ આપી શકતાં નથી. શિક્ષિકા અમિતાબેન મિશ્રાએ કહ્યું કે તેણીએ સરકારી
કર્મચારી તરીકે પોતાની નૈતિક ફરજ સમજીને આ બદી સામે અવાજ ઉઠાવવાનું મુનાસીબ
માન્યું છે.