– નવી બિલ્ડીંગમાં ઓપરેશન થિયેટર, આઇ.સી.યુ સહિતના વોર્ડ
બનાવવાની કામગીરી જલ્દી પૂર્ણ કરવા સુચના અપાઇ
સુરત, :
સુરત
નવી સિવિલમાં જૂની બિલ્ડીંગ જર્જરીત જેવી થઈ ગઈ છે. જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડીંગને
તોડીને નવી બિલ્ડીંગ બનાવવાનું નક્કી કર્યું છે. જોકે સિવિલની જૂની બિલ્ડિંગમાં વોર્ડમાં
સહિતના વિભાગ ખાલી કરીને નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવાના મુદ્દે રવિવારે નવી સિવિલ ખાતે
(પ્રોજેકટ ઇમ્પલીમેટેશન યુનિટ (પી.આઈ.યુ) અને સિવિલ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.
પ્રાપ્ત
વિગત મુજબ નવી સિવિલની જુની બિલ્ડિંગમાં ધણા વર્ષો પહેલા બાંધકામ થયુ હતુ. તેથી
બિલ્ડીંગ જર્જરિત થઇ ગઇ છે. જયારે જુની બિલ્ડીંગના અગાઉ કેટલાક ભાગમાં વારંવાર
પાણી ટંપકવાની,ગટર લીકેજ થવાની અને સ્લેબના ભાગ તથા પોપડા અને ફોલ સિલિંગ સહિતની સમસ્યાઓ
સર્જાઇ રહી છે. જુની બિલ્ડીંગને તોડીને નવી બનાવે ત્યાં સુધી સિવિલ કેમ્પસમાં
આવેલી બિલ્ડીંગમાં વોર્ડમાં દર્દીઓને શિફટ કરવામાં માટે સિવિલના તંત્ર દ્વારા
નક્કી કર્યું છે. જેથી ધણા સમય પહેલા જૂની બિલ્ડીંગમાંથી કિડની બિલ્ડિંગમાં બાળકો
અને મેડીસીન વિભાગના ઓ.પી.ડી તથા વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે ત્યાં કેસ
બારી, દવા બારી, લેબોટરી, એકસ રે, સોનોગ્રાફી, સિટી
સ્કેન સહિતની જરૃરી વ્યવસ્થા દર્દીઓ માટે કરવામાં આવી છે. પણ હજુ પણ જુની બિલ્ડીગમાં કેટલાક ઓ.પી.ડી,
વોર્ડ, ઓપરેશન થિયેટર સહિતના વિભાગોને સિવિલની
સ્ટેમસેલ બિલ્ડીંગ સહિતના જગ્યાએ શિફ્ટ કરવાના બાકી છે. જોકે નવી બિલ્ડીંગમાં
હાલમાં ઓપરેશન થિયેટર, આઇ.સી.યુ સહિત જરૃર વોર્ડ બનાવાની
કામગીરી પી.આઇ.યુ વિભાગ કરવામાં આવી રહી છે. જોકે સિવિલ બિલ્ડીંગ ખાલી કરીને નવી
બિલ્ડીંગમાં જલ્દી શિફ્ટ થાય તે માટે રવિવારે નવી સિવિલ ખાતે ગુજરાત પી.આઇ.યુના
ચીફ એન્જીનીયર પી.એમ ચૌધરી બેઠક માટે ખાસ આવ્યા હતા. બાદમાં પી.આઇ.યુના ચીફ
એેન્જીનીયર , અંકુર ચૌધરી સહિતના અધિકારી તથા સિવિલના તબીબી
અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, મેડીકલ કોલેજના ઇન્ચૉજ ડીન ડો.
નિમેષ વર્મા, આર.એમ.ઓ ડો. કેતન નાયક સહિત સાથે ચર્ચા કરવામાં
આવી હતી. જેમાં હાલમાં ચાલી રહેલી ઓપરેશન થિયેટર,આઇ.સી.યુ
સહિતની જરૃરી કામગીરી જલ્દી પૂર્ણ થાય, એવી સુચના આપી હતી.
એટલુ નહી પણ આગામી એક બે માસમાં જુની બિલ્ડીંગ માંથી વોર્ડ, ઓ.પી.ડી
સહિતના વિભાગને નવી બિલ્ડીંગ શિફ્ટ કરવામાં આવશે. એવુ ડો.ધારિત્રી પરમારે કહ્યુ હતું.