– ટ્રોમા
સેન્ટરમાં પહોંચે તે પહેલા જ ડિલિવરી થઇ,
નર્સિગ સ્ટાફ દોડી આવીને પ્રસૂતિ કરાવી
સુરત, :
નવી
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આજે સવારે હજીરાની મહિલાની ઓટો રિક્ષાની અંદર જ પ્રસુતિ
નર્સિગ સ્ટાફ દ્વારા કરાવતા નવજાત બાળકને જન્મ થયો હતો. બાદમાં માતાએ બાળકને
સારવાર માટે વોર્ડમાં ખસેડાયા હતા.
સૂત્રો પાસેથી
મળેલી વિગત મુજબ હજીરા રોડ પર આવેલા કવાસ પાટિયા ખાતે રહેતી ૨૮ વર્ષીય ગર્ભવતી રમીનાદેવી
ગોરખસીંગ યાદવને આજે સોમવારે સવારે ઘરે થી ચેકઅપ માટે બસમાં પતિ સાથે નવી સિવિલ ખાતે
આવવા નીકળ્યા હતા. જોકે રસ્તામાં રમીનાદેવીને પ્રસુતિ દુઃખાવો ઉપાડતા અઠવા ગેટ પાસે
તેમને લઈ બસમાંથી ઉતરી ગયા હતા. બાદમાં ત્યાંથી રિક્ષામાં તેને બેસાડી નવી સિવિલ હોસ્પિટલમાં
આવવા નીકળ્યા હતા, તે સમયે સિવિલ કેમ્પસમાં રેડિયોલોજી વિભાગ પાસે તેની પ્રસુતિ થવા માંડી હતી.
તે સમયે ત્યાંથી પસાર થતા નર્સિગ સ્ટાફ ચેતન આહીરની નજર પડતા તરત ત્યાં દોડી ગયા અને
નર્સ મિતાલી પટેલ આ અંગે જાણ કરતા પ્રસુતિ કરાવવા માટે જરૃરી સાધન લઈને આવી હતી. તે
સમયે રમીનાદેવીની કુખમાંથી નવજાત બાળકના શરીરના અડધો ભાગ બહાર આવી ગયો હતો. જેથી તેની
રિક્ષામાં પ્રસુતિ કરાવતા સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં માતા અને બાળકને સ્ટ્રેચર
ઉપર ટ્રોમા સેન્ટરમાં લઇ જઈ જરૃરી સારવાર આપી
હતી અને ત્યારબાદ બંનેને વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે નવજાત બાળકનું વજન પોણા
ત્રણ કિલો હોવાનું સુત્રો કહ્યુ હતું. જયારે રમીનાદેવી મુળ બિહારની વતની છે. તેને અગાઉના
ત્રણ સંતાન છે. જોકે તેના પતિ હજીરાની કંપનીમાં નોકરી કરે છે.