back to top
Homeબરોડાનેત્રંગમાં માત્ર બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર

નેત્રંગમાં માત્ર બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર

નેત્રંગ તા.૧૫  નેત્રંગ નગર સહિત પંથકમાં ગઈકાલે મોડી રાતથી મેઘરાજાનું પુનઃ આગમન થયું હતું. આજે સવારે ૮થી ૧૦ વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં ૧૩૩ એમ.એમ.(સાડા પાંચ ઇચ) વરસાદ ખાબકતાં નગરમાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ હતી. સાંજે ૪ વાગ્યા સુધીમાં તાલુકામાં કુલ ૧૮૮ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

નેત્રંગ ટાઉનના જીનબજાર, ગાંધીબજાર અને જૂના નેત્રંગ સહિત આસપાસના ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ફરી વળતાં ઘરવખરીનો સામાન, જીવનજરૃરિયાતની ચીજવસ્તુઓ પલળી જતાં ગરીબ પરિવારોને વ્યાપક નુકસાન થયું હતું. તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી, ટોકરી, મધુવંતી, કરજણ અને કીમ નદીમાં ઘોડાપૂર આવતા નદીકાંઠાના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.

નેત્રંગમાં વરસાદી પાણી રોડ ઉપર ફરી વળતા કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ થઈ જતાં બંને બાજુ ટ્રાફિકજામ થઇ ગયો હતો. ધોધમાર વરસાદને પગલે તાલુકામાં આવેલા બલડેવા-પીંગોટ અને ધોલી ડેમમાં પાણીની સપાટીમાં ૩ મીટર જેટલો ધરખમ વધારો નોંધાયો હતો. હાલમાં બલડેવા ૧૩૯.૮૦ મીટર, પીંગોટ ૧૩૬.૪૦ અને ધોલી ડેમમાં ૧૩૪.૩૦ મીટરની પાણીની સપાટી નોંધાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments