Image: Facebook
Filmmaker Aroma Mani Passes Away: ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે. મલયાલમ ફિલ્મોના મશહૂર દિગ્ગજ નિર્માતા અને દિગ્દર્શક એમ મણિએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે એમ મણિએ અરોમા મણિના નામથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી હતી. તે 84 વર્ષના હતાં. ફિલ્મ નિર્માતાના પરિવાર તરફથી જાણકારી આપતાં જણાવાયું છે કે તેમણે રવિવારે બપોરે લગભગ 2.30 વાગે પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ સીધા. મુખ્યમંત્રી પિનરઈ વિજયને અરોમા મણિને શ્રદ્ધાંજલિ આપતાં શોક વ્યક્ત કર્યો છે.
આજે પાર્થિવદેહના અંતિમ દર્શન
ફિલ્મ નિર્માતા અરોમા મણિના પાર્થિવદેહને આજે ભારત ભવનમાં રાખવામાં આવશે જ્યાં તેમના ચાહકો તેમના અંતિમ દર્શન કરી શકશે. તેમના પરિવાર તરફથી જાણકારી શેર કરતાં જણાવાયું છે કે ફિલ્મ નિર્માતા ઉંમર સંબંધિત બિમારીઓ સામે ઝઝૂમી રહ્યાં હતાં. રવિવારની બપોરે તેમણે 84 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધાં છે. રિપોર્ટ અનુસાર અરોમા મણિના અંતિમ સંસ્કાર આજે અરુવિક્કારામાં તેમના સ્વામિત્વ વાળી એક સંપત્તિ પર કરવામાં આવશે.
ઘણી સદાબહાર ફિલ્મો આપી
ફિલ્મ નિર્માતા અરોમા મણિએ પોતાના કરિયરની શરૂઆત ડાયરેક્શન તરીકે 1982માં કરી હતી. તેમણે લગભગ 60થી વધુ ફિલ્મોને પ્રોડ્યૂસ કરી હતી જ્યારે 7 ફિલ્મોને પોતે ડાયરેક્ટ કરી હતી. તેઓ મલયાલમ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ હતાં. તેમની ટોપ ફિલ્મોની લિસ્ટમાં ઈરુપથમ નૂટ્ટાંડુ, ઓરુ સીબીઆઈ ડાયરી કુરિપ્પુ, કોટ્ટાયમ કુંજાચન, બલેત્તન, ધ્રુવમ અને કલ્લન પવિત્રન સામેલ છે. આ સિવાય રુદ્રાક્ષમ અને પ્રેમ પૂજારી તેમની ફેમસ ફિલ્મો પૈકીની એક છે.
સૌથી વધુ ફિલ્મો બનાવવાનો શ્રેય
ફિલ્મ મેકર અરોમા મણિને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફિલ્મો બનાવવાનો શ્રેય મળી ચૂક્યો હતો. તેમણે ઈન્ડસ્ટ્રીને સુરેશ ગોપી અને કુંચાકો બોબન જેવા ઘણા સુપરસ્ટાર્સ ઈન્ડસ્ટ્રીને આપ્યા. તેમનું નિધન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે. ફિલ્મ નિર્માતાને સુનીલ કુમાર, અનિલ કુમાર અને સુનીતા સુબ્રમણ્યમ એમ ત્રણ સંતાન છે. જોકે તેમની પત્ની કૃષ્ણમ્માનું પહેલા જ નિધન થઈ ચૂક્યુ હતું.