Image: IANS
Budget 2024-25 Expectations: લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યા બાદ તે ત્રીજી ટર્મના પ્રથમ બજેટમાં વિવિધ વર્ગને આવરી લેતાં અનેક આકર્ષક જાહેરાતો કરશે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. જેમાં ઈ-કોમર્સ અને કંસ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરતાં અસ્થાયી કર્મચારીઓ અર્થાત છૂટક મજૂરો માટે બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છૂટક કામદારો અને પ્લેટફોર્મ કામદારોને એક્સિડેન્ટલ અને મેડિકલ ઈન્સ્યોરન્સની ભેટ મળી શકે છે.
સોશિયલ સિક્યોરિટી ફંડની જાહેરાત થઈ શકે
સરકાર એક સોશિયલ સિક્યોરિટી ફંડ બનાવવાની જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર, ગીગ વર્કર્સની સામાજિક સુરક્ષા માટે સામાજિક સુરક્ષા માટે બજેટમાં ખાસ જાહેરાત કરી શકે છે. એક્સિડેન્ટલ અને મેડિકલ કવરેજ માટે આ ફંડનો ઉપયોગ કરશે. ESIC જેવી સંસ્થામાં મેડિકલ ફેસિલિટી આપવા મંજૂરી આપી શકે છે. આ ફંડમાં કર્મચારી, એગ્રિગેટર્સ, અને સરકારના યોગદાન આપશે.
Budget 2024: NPSમાં ટેક્સ છૂટ મર્યાદા વધારવા અપીલ, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ મળવાની અપેક્ષા
નિવૃત્તિનો લાભ મળશે
છૂટક કામદારો માટે આ ફંડ નિવૃત્તિનો લાભ સહિત અન્ય સુવિધા પણ આપશે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ સિક્યોરિટી કોડ 2020માં આ પ્રકારની સુવિધા આપવાની જોગવાઈ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ બજેટ 2024-25 રજૂ કરશે. બજેટ સેશન 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23 જુલાઈ લોકસભામાં સવારે 11 વાગ્યે સીતારમણ બજેટ રજૂ કરશે. જેના ભાગરૂપે 22 જુલાઈએ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.
આ વર્ષે 2024માં લોકસભા ચૂંટણી હોવાથી નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર મધ્યમવર્ગને ફોકસમાં રાખી બજેટ રજૂ કરી શકે છે. જેમાં તમામ સેગમેન્ટના નાગરિકોને આકર્ષવા માટેની જાહેરાતો હોઈ શકે છે.