વડોદરામાંજલપુરની બેન્કર્સ હોસ્પિટલમાં હાઉસ કિપીંગનું કામ કરતા ૨૩ વર્ષના પરપ્રાંતિય યુવકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ આસામ અને હાલમાં માંજલપુર બેન્કર્સ હોસ્પિટલમાં રહેતો ૨૩ વર્ષનો બિશ્વજીત પહાની બોરો છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલમાં હાઉસ કિપીંગનું કામ કરતો હતો. તેની સાથે તેના વતનનનો એક યુવક પણ અહીંયા જ કામ કરતો હતો. ગઇકાલે રાતે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આપઘાતનું કારણ જાણી શકાયું નથી. વતનમાં રહેતી તેની માતાને આ અંગે જાણ કરવામાં આવી હતી. બિશ્વજીત સાથે તેની રૃમમાં રહેતો તેનો મિત્ર મૃતદેહ લઇને વતન જવા રવાના થયો છે.