back to top
Homeસ્પોર્ટ્સBCCIને કમાણીમાં પડશે મોટો ફટકો, સ્વાસ્થ્ય મંત્રાલય મોટું પગલું ભરવાની તૈયારીમાં

BCCIને કમાણીમાં પડશે મોટો ફટકો, સ્વાસ્થ્ય મંત્રાલય મોટું પગલું ભરવાની તૈયારીમાં

Stop Showing Tobacco Ads during Cricket Match: મેચ દરમિયાન ઘણી બધી જાહેરાતો આવતી હોય છે. જેના દ્વારા બીસીસીઆઈને મોટી આવક થાય છે. પરંતુ હાલમાં બીસીસીઆઈ મેચ દરમિયાન તમાકુ અને ગુટકાની જાહેરાત બતાવે છે. એવામાં હવે સ્વાસ્થ્ય મંત્રાલય મેચ દરમિયાન આવી જાહેરાત રોકવાની તૈયારીમાં છે. આ બાબતે મંત્રાલય ટૂંક સમયમાં જ બીસીસીઆઈ સાથે વાત કરશે. 

છેલ્લી 17 મેચોમાં 41.3% જાહેરાતો દર્શાવવામાં આવી હતી 

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને વૈશ્વિક આરોગ્ય સંસ્થા વાઇટલ સ્ટ્રેટેજિસ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે 2023માં સ્મોકલેસ ટોબેકો (SLT) બ્રાન્ડની તમામ સરોગેટ જાહેરાતોમાંથી 41.3% ક્રિકેટ વર્લ્ડ કપની છેલ્લી 17 મેચો દરમિયાન પ્રદર્શિત કરવામાં આવી હતી. આ અભ્યાસ મે મહિનામાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલય ખાસ કરીને બોલિવૂડ સેલિબ્રિટીઝ અને ભૂતપૂર્વ ક્રિકેટરો ધૂમ્રપાન રહિત તમાકુ ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત ‘એલચી’ માઉથ ફ્રેશનરને પ્રમોટ કરતી જાહેરાતોને પણ રોકવાના મૂડમાં છે.

આઈપીએલ જેવી ટુર્નામેન્ટમાં પણ આ જાહેરાત પ્રદર્શિત કરવામાં આવે છે  

ઈન્ટરનેશનલ મેચ ઉપરાંત આઈપીએલ જેવી લોકપ્રિય ટુર્નામેન્ટનું આયોજન કરતા ઘણા ક્રિકેટ મેદાનો પણ ધુમાડારહિત તમાકુ ઉત્પાદનની જાહેરાતો પ્રદર્શિત કરે છે. જેમાં ગુટકા, પાન-મસાલા અને ચાવવાની તમાકુનો સમાવેશ થાય છે. 

તમાકુ સંબંધિત જાહેરાતો બતાવવાનું બંધ કરવાનો આગ્રહ 

એક અધિકારીએ આ બાબતની જાણકારી આપતા કહ્યું હતું કે, યુવાનોમાં કિક્રેટ લોકપ્રિય છે. આરોગ્ય મંત્રાલયના ડીજીએચએસ બીસીસીઆઈનો સંપર્ક કરી શકે છે અને તેમને કોઈપણ સ્વરૂપમાં તમાકુ સંબંધિત જાહેરાતો બતાવવાનું બંધ કરવાનો આગ્રહ કરી શકે છે.

આ પણ વાંચો: VIDEO: ભારતના વિસ્ફોટક બેટરનો 110 મીટર દૂર છગ્ગો, બોલ ગ્રાઉન્ડ બહાર, બોલર જોતો રહી ગયો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments