Image: Facebook
Sonu Nigam Song : સિંગર સોનુ નિગમને તેના લાજવાબ અવાજ માટે વિશ્વભરમાં જાણવામાં આવે છે. વર્ષો પહેલા તેના ગાયેલા ઘણાં ગીતો આજે પણ લોકોના મોઢે રહે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો ટ્રેનની અંદર તેના ગીત ગાતા જોવા મળી રહ્યાં છે. મુસાફરોએ આ દરમિયાન પોતે જ ટ્રેનમાં મ્યુઝિક પણ વગાડ્યું. આ અંગે સિંગર સોનુ નિગમે પણ પ્રતિક્રિયા આપી છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો તેનું હિટ ગીત ‘યે દિલ દિવાના’ ગાઈ રહ્યાં છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે શેર કર્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘કળા દરેક જગ્યાએ પોતાનું સ્થાન શોધી જ લે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી ભીડ વાળા રેલવે કોચમાં પણ લોકો દિલોજાનથી સંગીતની મજા લઈ રહ્યાં છે.’ આ પોસ્ટ પર કમેન્ટ કરતાં સોનુ નિગમે લખ્યું કે ‘કેટલું સુંદર છે. આનાથી મને ખૂબ ખુશી મળી. તમારા પર ભગવાનની કૃપા રહે.’ આ વીડિયોને અત્યાર સુધી 8.6 મિલિયન લોકોએ જોઈ લીધો છે. જ્યારે 8.34 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
સોશિયલ મીડિયા યુઝર્સ પણ કમેન્ટ કરતાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે કે ‘ઓફિસમાં આખો દિવસ કામ બાદ અને નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એક્સ્ટ્રીમ હવામાન ધરાવતા શહેરમાં મુસાફરી કર્યાં બાદ આટલું ખુશ રહેવું. ખુશી હકીકતમાં એક વિકલ્પ છે, જેને તમે બહારની સ્થિતિની પરવા કર્યા વિના પસંદ કરો છો.’ એક અન્ય યુઝરે લખ્યું છે કે ‘આ તો મુંબઈમાં હોઈ શકે. યે દિલ દીવાના ગીત દાયકા પહેલા રિલીઝ થવા છતાં આજે પણ લોકોની પસંદ છે.’
નોંધનીય છે કે, 1997ની ફિલ્મ ‘પરદેશ’ના આ ગીતમાં શાહરૂખ ખાન છે. આ ગીત ગાયું છે, સોનુ નિગમ, હેમા સરદેસાઈ અને શંકર મહાદેવને તો તેના શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ.