Vadodara News : અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી અરવિંદ વજેસિંગ બારીયાને ઝડપી પાડ્યો હતો. એસઓજીએ તેને પકડી પાડતી અકોટા પોલીસને સોંપ્યો હતો.
એસઓજીના પીઆઇ એસ.ડી.રાતડાએ અલગ અલગ ટીમો બનાવી એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના કરી હતી. જેના આધારે એસઓજીના એએસઆઈ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહને બાતમી મળી હતી કે અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનના ગાંજાના કેસમાં નાસતો ફરતો આરોપી અરવિદ વજેસિંગ બારીયા (રહે.દેવગઢબારીયા ) દીવાળીપુરા કોર્ટમાં બહાર નીકળવાના ગેટ પાસે ઉભો છે. જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબની જગ્યા પર પહોંચીને ઝડપી પાડ્યો હતો. અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનામાં વોન્ટેડ હોય એસઓજીએ ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવ્યો હતો.