back to top
Homeબિઝનેસઅમદાવાદમાં સોનું આજે રૂ. 700 મોંઘુ થયું, ચાંદીના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ...

અમદાવાદમાં સોનું આજે રૂ. 700 મોંઘુ થયું, ચાંદીના ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ અપડેટ્સ

Gold Price Today: દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનો અહેવાલો મળ્યા છે, જ્યારે અમદાવાદમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે. છુટી છવાયેલી ઘરાકી તેમજ શરૂ થનારી તહેવારોની સિઝન પૂર્વે હોલસેલ ખરીદીમાં વધારાના પગલે આજે ફરી સોનુ ઉંચકાયું છે.

અમદાવાદમાં આજે સોનાનો ભાવ રૂ. 700 વધી 76200 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદીની કિંમત રૂ. 500 ઘટી રૂ. 92500 પ્રતિ 1 કિગ્રા થઈ છે. બીજી તરફ આજે સવારે જારી થયેલા વિવિધ શહેરોના ભાવના આધારે સોનાની કિંમતમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી પણ રૂ. 300 સસ્તી થઈ હતી.

એમસીએક્સ સોના-ચાંદીમાં પણ ઉછાળો

એમસીએક્સ ખાતે સોના-ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. 5 ઓગસ્ટ માટે એમસીએક્સ સોનુ રૂ. 309 વધી રૂ. 73780 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી રૂ. 519 વધી રૂ. 93091 પ્રતિ કિગ્રા થઈ હતી. વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા હતા. યુએસ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટની પ્રબળ આશાઓના પગલે કિંમતી ધાતુમાં તેજી જોવા મળી છે.

સરકારની આ પોલિસી લાગુ કરતાં જ અનેક શહેરોમાં સોનાના ભાવ ઘટશે, જાણો કેમ?

સિટી બેન્કના રિપોર્ટ અનુસાર, યુએસ લેબર માર્કેટના નબળા આંકડાઓ, ફુગાવામાં ઘટાડો તેમજ જૂન સીપીઆઈ અપેક્ષા કરતાં વધુ મજબૂત નોંધાતાં ફેડ રિઝર્વ જુલાઈમાં ડોવિશ વલણની જાહેરાત કરશે. પરિણામે સોના અને ચાંદીમાં બુલિશ ટ્રેન્ડ જોવા મળી શકે છે. સોનું વર્ષના અંત સુધીમાં 3000 ડોલર પ્રતિ ઔંશની સપાટી વટાવે તેવી શક્યતા છે. બેન્કે 2025ની મધ્યમાં સોનું 2800-3000 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી 38થી 40 ડોલર પ્રતિ ઔંશના લેવલે પહોંચવાનો લક્ષ્યાંક મૂક્યો છે.

ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments