મુંબઈ : ચોમાસાની સારી પ્રગતિ અને કેન્દ્રિય બજેટ ૨૩, જુલાઈના રજૂ થનાર હોઈ પ્રોત્સાહક, આર્થિક વિકાસને વેગ આપવા જોગવાઈઓ થવાની અપેક્ષાએ ફંડોએ આજે શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજીને આગળ વધારી હતી. ગત સપ્તાહમાં આઈટી જાયન્ટ ટીસીએસના પ્રોત્સાહક પરિણામોનું આઈટી શેરોમાં ખરીદીનું આકર્ષણ આજે આરંભમાં જળવાયા બાદ ફંડોએ ઓટો, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, મારૂતી સહિતમાં તેજી કરતાં અને બાદમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી કરાતા અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ફોક્સની અપેક્ષાએ અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતમાં તેજીએ બજાર બંધની રીતે નવી ઊંચાઈએ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૧૪૫.૫૨ પોઈન્ટ વધીને ૮૦૬૬૪.૮૬ અને નિફટી ૫૦ સ્પોટ ૮૪.૫૫ પોઈન્ટ વધીને ૨૪૫૮૬.૭૦ બંધ રહ્યા હતા.
સ્ટેટ બેંક રૂ.૨૨ વધીને રૂ.૮૮૨ : આઈએફસીઆઈ, કેનેરા બેંક, જીઓજીતમાં તેજી : બેંકેક્સ ૨૭૫ વધ્યો
ફંડોની આજે સ્ટેટ બેંકની આગેવાનીમાં પસંદગી મોટી ખરીદી થઈ હતી. કેનેરા બેંક રૂ.૪.૫૫ વધીને રૂ.૧૧૭.૨૫, બેંક ઓફ બરોડા રૂ.૭.૮૫ વધીને રૂ.૨૫૮.૬૦, યશ બેંક રૂ.૨૬.૩૮, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૧.૯૫ વધીને રૂ.૮૮૧.૬૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૯.૬૫ વધીને રૂ.૧૪૪૪.૬૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૦.૯૦ વધીને રૂ.૧૮૪૪.૧૫ રહ્યા હતા. આ સાથે જીઓજીત ફાઈનાન્શિયલ રૂ.૧૬.૨૫ ઉછળીને રૂ.૧૨૧.૭૦, આઈએફસીઆઈ રૂ.૬.૦૨ ઉછળીને રૂ.૭૫.૬૪, આઈડીબીઆઈ રૂ.૫.૬૦ વધીને રૂ.૯૧.૫૪, જે એન્ડ કે બેંક રૂ.૬.૧૦ વધીને રૂ.૧૧૩.૫૦, પ્રુડેન્ટ એડવાઈઝર્સ રૂ.૧૦૧.૮૦ ઉછળીને રૂ.૨૦૮૮, ક્રિસિલ રૂ.૧૯૦.૨૦ વધીને રૂ.૪૫૦૧.૨૦, ઈકરા રૂ.૨૪૧.૧૫ વધીને રૂ.૬૦૨૨ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૭૫.૫૯ પોઈન્ટ વધીને ૬૦૪૧૬.૦૩ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં જળવાયેલું આકર્ષણ : ન્યુક્લિયસ, આરસિસ્ટમ્સ, સુબેક્ષ, બ્લેક બોક્સ, ઝેનસારમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે આરંભમાં ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણ જળવાયા બાદ ઉછાળે વેચવાલી નીકળી હતી. અલબત સેકન્ડલાઈન શેરોમાં સતત પસંદગીની ખરીદી રહી હતી. એક્સચેન્જિંગ રૂ.૮.૪૦ વધીને રૂ.૧૩૯.૧૫, સુબેક્ષ રૂ.૧.૭૯ વધીને રૂ.૩૨.૪૯, ન્યુક્લિયસ સોફ્ટવેર રૂ.૭૭.૫૦ વધીને રૂ.૧૫૦૦, લેટેન્ટ વ્યુ રૂ.૨૬.૧૫ વધીને રૂ.૫૬૦.૦૫, બ્લેકબોક્સ રૂ.૧૧.૯૦ વધીને રૂ.૪૦૫.૮૦, રામકો સિસ્ટમ રૂ.૮.૪૫ વધીને રૂ.૩૬૨.૫૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૬૦.૫૦ વધીને રૂ.૧૦,૯૨૫.૫૫, એમ્ફેસીસ રૂ.૪૫.૩૫ વધીને રૂ.૨૭૩૬.૮૦ રહ્યા હતા.
એમઆરએફ સહિત ટાયરના ભાવ વધારાના અહેવાલે આકર્ષણ : અપોલો ટાયર, બજાજ ઓટો, મહિન્દ્રા વધ્યા
ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિએ વાહનોની ખરીદી વધવાની અપેક્ષા અને ટાયર કંપનીઓમાં એમઆરએફ સહિત દ્વારા ભાવ વધારો થવાના અહેવાલે આજે ઓટો, ટાયર કંપનીઓના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. અપોલો ટાયર રૂ.૨૦.૮૦ ઉછળીને રૂ.૫૩૯.૭૫, બજાજ ઓટો રૂ.૨૪૬.૯૫ વધીને રૂ.૯૬૭૫.૫૦, એમઆરએફ રૂ.૧૬૦૫.૫૫ ઉછળીને રૂ.૧,૩૧,૨૮૪.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૬ વધીને રૂ.૨૭૩૦.૧૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨.૮૦ વધીને રૂ.૩૧૫૪.૬૫, ટાટા મોટર્સ રૂ.૭.૯૦ વધીને રૂ.૧૦૨૪.૫૦, હીરો મોટોકોર્પ રૂ.૪૩.૦૫ વધીને રૂ.૫૫૮૯.૪૫, મારૂતી સુઝુકી રૂ.૮૫.૦૫ વધીને રૂ.૧૨,૬૪૨.૪૫ રહ્યા હતા.
પાવર શેરોમાં ફરી તેજીનો કરંટ : એનએચપીસી, એનટીપીસી, ટાટા પાવર, એબીબીમાં આકર્ષણ
પાવર શેરોમાં ફરી આજે વ્યાપક ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. એનએચપીસી રૂ.૨.૮૦ વધીને રૂ.૧૧૫.૮૦, એનટીપીસી રૂ.૮.૪૦ વધીને રૂ.૩૮૫.૬૫, ટાટા પાવર રૂ.૫.૧૫ વધીને રૂ.૪૩૯.૨૦, જેએસડબલ્યુ એનજી રૂ.૬.૯૫ વધીને રૂ.૭૨૦.૨૦, એબીબી ઈન્ડિયા રૂ.૪૧.૯૦ વધીને રૂ.૮૨૪૯.૩૫, સિમેન્સ રૂ.૨૨.૦૫ વધીને રૂ.૭૬૩૧.૪૫ રહ્યા હતા.હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૨૬૮૫ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૩૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં શેરોમાં રૂ.૨૬૮૪.૭૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૮૫૭.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૧૭૨.૨૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૫,૦૩૩.૦૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૩૬૪.૦૫ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૬૮ લાખ કરોડ વધીને રૂ.૪૫૫.૦૬ લાખ કરોડ નવી ટોચે
શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ આજે વિક્રમી તેજી આગળ વધતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૬૮ લાખ કરોડ વધીને રૂ.૪૫૫.૦૬ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.