Image: Freepik
દરેક લોકો પોતાની માલિકીનું ઘર બને તેવું સપનું ચોક્કસ જોતા હોય છે. દેશમાં મોટાભાગના મકાનો હોમ લોન દ્વારા ખરીદવામાં આવે છે. ઘર ખરીદવા ઇચ્છતા લોકો માટે હવે એક સારા સમાચાર છે.
સરકાર હવે ઘર ખરીદવા માટે 70 લાખ રૂપિયાની સબસિડી આપી રહી છે. આ યોજના ખાસ કરીને યુવાનો માટે છે, પરંતુ તેનો લાભ મેળવવા માટે એક શરત પૂરી કરવી પડશે. આ જ સ્થિતિ હવે આ દેશ માટે સમસ્યા બની ગઈ છે. 70 લાખની સબસીડીના લોભને કારણે યુવાનો શરતો પૂરી કરી રહ્યા છે, પરંતુ તેમનું સામાજિક માળખું બગડી ગયું છે અને કુટુંબ તૂટવાના કિસ્સાઓ ઝડપથી વધવા લાગ્યા છે. હવે સરકારને પણ પોતાની યોજનાની સમાજ પર નકારાત્મક અસર પડતી દેખાઇ રહી છે.
વાત થઇ રહી છે, સિંગાપુર… એક તરફ ભારત જેવા કેટલાક દેશો માટે વધતી વસતી માથાનો દુખાવો બનતો જાય છે ત્યારે જાપાનની જેમ સિંગાપુર ઘટી રહેલી વસતીના કારણે ચિંતામાં મુકાયુ છે.
સિંગાપુરમાં એક તરફ જ્યાં વસતી ઘટી રહી છે અને બીજી તરફ દેશમાં વૃધ્ધોની સંખ્યા વધી રહી છે અને તેની અસર કેટલાક વર્ષો બાદ દેશની ઈકોનોમી પર પણ પડી શકે છે. તેથી અંહીની સરકારે વસ્તી વધારવા માટે એક ખાસ યોજના શરૂ કરી હતી. સિંગાપોર ખૂબ મોંઘું શહેર છે અને અહીં ઘર ખરીદવું એ ખૂબ જ મોંઘો સોદો છે.
સરકારે એક તીરથી બે નિશાના મારવાના આશયથી વર્ષ 2001માં બિલ્ડ ટુ ઓર્ડર સ્કીમ શરૂ કરી હતી. આ હેઠળ, 35 વર્ષથી ઓછી ઉંમરના લગ્ન કરનારાઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે. હવે તમે સમજી જ ગયા હશો કે યુવાનોએ સબસિડી મેળવવા માટે કઈ શરતો પૂરી કરવાનું શરૂ કર્યું.
વહેલાં લગ્ન કરવાનુ ચલણ વધ્યું
સિંગાપોર સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત બાદથી અર્લી મેરેજનો ટ્રન્ડ ઘણો વધી ગયો છે. સિંગાપોરમાં યુવાનો હવે 30 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી લે છે. 25 થી 29 વર્ષની વય વચ્ચે લગ્ન કરનારી મહિલાઓની સંખ્યા 60 % અને પુરૂષોની સંખ્યા 44 % ટકાએ પહોંચી છે જે વર્ષ 2000માં 45 અને 30 % હતી.
આડઅસર-છુટાછેડા
એક કહેવત છે કે,લાલચનું પરિણામ હંમેશાં ખરાબ જ હોય છે. આ કિસ્સામાં પણ કંઇક એવું જ થયું છે. 70 લાખ રૂપિયાના લોભને કારણે યુવાનો વહેલા લગ્ન કરવા લાગ્યા છે પરંતુ પરિવાર તેમની પ્રાથમિકતા નથી. જેના કારણે છૂટાછેડાના કેસ વધી રહ્યા છે. મહિલાઓમાં છૂટાછેડાનો દર 4 %થી વધીને 7.2 % અને પુરુષોમાં 3.5 %થી વધીને 6.3 % થયો છે.
સિંગાપોર સરકારે આ સ્કીમ હેઠળ એવી શરત મૂકી છે કે, છૂટાછેડા પછી 5 વર્ષ સુધી સબસિડી પર મળતો ફ્લેટ વેચી શકાય નહીં. આ મજબૂરી હેઠળ,હવે સ્થિતિ એવી થઇ ગઇ છે કે, છૂટાછેડા લીધેલા યુગલોને પણ સાથે રહેવા માટે મજબૂર કરવામાં આવે છે, જેથી તેમને ઘર માટે સારા પૈસા મળી શકે. આ ઉપરાંત, યોજના હેઠળ ફરીથી સબસિડી લેવા માટે પણ એક નિશ્ચિત સમય છે, જે છૂટાછેડા પછી પૂરો કરવો જરૂરી છે.