નડિયાદ : મહેમદાવાદ પોલીસે કનીજ તેમજ અમરાપુરામાં પત્તા પાનાનો જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રૂ.૪,૫૬૦ તેમજ જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહેમદાવાદ પોલીસ ગઈકાલે રવિવારે સાંજે પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળેલ કે કનીજ રેલ્વે સ્ટેશન નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે રેડ પાડતા પત્તા પાનાનો જુગાર રમતા મનોજ બબાજી વાઘેલા, રમેશ ચંદુભાઈ જાદવ, પરસોતમ ચીમનભાઈ દેવીપુજક, દિલીપભાઈ અગરસિંહ જાદવ તેમજ ભરતસિંહ બહાદુરસિંહ જાદવને દાવ ઉપર તેમજ અંગ જડતીમાંથી મળી રૂ.૧,૩૩૦ રોકડ સાથે રોકડ સાથે ઝડપી પાડયા હતા.
આ ઉપરાંત મહેમદાવાદ પોલીસે અમરાપુરા ટેકરીયા વિસ્તારમાં પત્તા પાનાનો હારજીત નો જુગાર રમતા ભરતભાઈ સનાભાઇ પ્રજાપતિ, રમેશભાઈ મફતભાઈ ચૌહાણ તેમજ રમેશભાઈ લીલાભાઈ ઝાલાને રોકડ રૂ.૩,૨૩૦ તથા જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડયા હતા. આ બંને બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.