back to top
Homeપ્રાઈમ ન્યૂઝ'કેદારનાથ' મુદ્દે દિલ્હીથી લઈને ઉત્તરાખંડ સુધી 'બબાલ', જાણો શું છે વિવાદ

‘કેદારનાથ’ મુદ્દે દિલ્હીથી લઈને ઉત્તરાખંડ સુધી ‘બબાલ’, જાણો શું છે વિવાદ

Image: IANS

Shri Kedarnath Delhi Dham Mandir: દિલ્હીના બુરારીમાં બાબા કેદારનું મંદિર બનાવવાની કામગીરી શરૂ થતાં જ વિવાદ વકર્યો છે. શ્રી કેદારનાથ દિલ્હી ધામ મંદિર 3 એકરમાં દિલ્હીમાં નિર્મિત થઈ રહ્યું છે. 10 જુલાઈના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેનું ભૂમિપૂજન પણ કર્યું હતું. કેદારધામ ટ્રસ્ટ મંદિર બુરારીમાં તેનું નિર્માણ કરાવી રહ્યા હોવા છતાં પૂજન બાદ મંદિર બનાવવાનો વિરોધ થઈ રહ્યો છે. કેદારનાથ ધામથી માંડી કેદાર ખીણમાં તેના અંગે નારાજગી વ્યક્ત થઈ છે.

કેદારનાથ ધામ સાથે જોડાયેલા પંડિતો અને પૂજારીઓમાં રોષ છે. તેમનું કહેવું છે કે કેદારનાથ ધામ સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે, આવી સ્થિતિમાં બાબા કેદારનાથનું મંદિર બીજે ક્યાંક બનાવવું એ યાત્રાની ગરિમાની વિરુદ્ધ છે અને ધામ પ્રત્યેની લોકોની આસ્થા પર પણ હુમલો છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પણ દિલ્હીમાં બની રહેલા આ મંદિરનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે જો કેદાર હિમાલયમાં છે તો તમે તેને દિલ્હીમાં કેવી રીતે બનાવી શકો છો. જ્યારે બધાને સરનામું ખબર છે તો પછી તમે તેને કેમ બદલવા માંગો છો? શા માટે લોકોને મૂંઝવણમાં છે?

સરકારનું શું કહે છે?

બીજી તરફ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું કહેવું છે કે બાબા કેદારનું ધામ દુનિયામાં બીજે ક્યાંય ન બની શકે. તેમણે બદરી કેદાર મંદિર સમિતિના અધ્યક્ષને પણ જરૂરી નિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે બાબા કેદારના કોઈ પણ નામે મંદિર બનાવવામાં આવે તો તે ધામની ગરિમાને અસર કરશે નહીં.

મંદિર બનાવવાનો વિરોધ

શ્રી કેદારનાથ ધામ ટ્રસ્ટ બુરારી, દિલ્હીના સંસ્થાપક અને પ્રમુખ સુરેન્દ્ર રૌતેલાએ કહ્યું કે, કેદારનાથ મંદિર દિલ્હીમાં બની રહ્યું છે, ધામ નહીં. કેદારનાથ ધામ દિલ્હી ટ્રસ્ટ આ મંદિરનું નિર્માણ કરી રહ્યું છે. ઉત્તરાખંડ સરકારને આની સાથે કોઈ લેવાદેવા નથી. અમે કેદારનાથ ધામ અને તેની સાથે જોડાયેલા ભક્તોની આસ્થાનું સન્માન કરીએ છીએ. તેમણે કહ્યું કે, બાબા કેદારના ભક્તો જ દિલ્હીમાં તેમનું મંદિર બનાવી રહ્યા છે, તેથી વિવાદ ઊભો કરવાનો કોઈ ફાયદો નથી. દેશભરમાં માતા વૈષ્ણો દેવી અને બાંકે બિહારીના ઘણા મંદિરો છે, પરંતુ આનાથી આસ્થાને અસર થતી નથી. જેને જ્યાં જવું હોય તેઓ ત્યાં જાય. દિલ્હીમાં કેદારનાથ મંદિરના નિર્માણ સાથે, ભક્તો કેદારનાથ ધામની પણ મુલાકાત લેશે અને આ મંદિર કેદારનાથ ધામ નહીં બની રહ્યું.

કેદાર મંદિર

શ્રી કેદારનાથ ધામ દિલ્હી ટ્રસ્ટ બુરારીમાં આ મંદિરનું નિર્માણ કરી રહ્યું છે.ત્રણ એકરમાં નિર્માણાધિન આ મંદિર માટે રૂ. 15 કરોડનું દાન મળ્યું છે.આ મંદિર કેદારનાથ ધામની તર્જ પર બનાવવામાં આવશે.આ મંદિર લગભગ 3 વર્ષમાં તૈયાર થઈ જશે.

મંદિર અને ધામ વચ્ચે શું તફાવત

મંદિરમાં દેવી-દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, જ્યારે ધામમાં દેવી-દેવતાઓનો વાસ છે. કેદારનાથ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત ભગવાન શિવનું ધામ છે. આ પહેલીવાર નથી જ્યારે ધામના રૂપમાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય. અગાઉ પણ 2015માં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધાનીએ મુંબઈમાં બદ્રિનાથ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિર મુંબઈના વસઈમાં રૂ. 11 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના ઈન્દોરમાં બદ્રીનાથ ધામની તર્જ પર એક મંદિર પણ બનાવવામાં આવી રહ્યું છે. સૈફઈમાં કેદારનાથ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ તેનું નિર્માણ કરાવી રહ્યા છે. 20 જાન્યુઆરી 2024ના રોજ અખિલેશે X પર એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી હતી.

વિરોધ કેમ?

ઉત્તરાખંડની 70 ટકા વસ્તી ચારધામ યાત્રા પર નિર્ભર છે. દિલ્હીમાં મંદિર નિર્માણને કારણે કેદારનાથમાં યાત્રાળુની સંખ્યા ઘટવાની ભીતિ છે.


 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments