Image: Facebook
Bihar Bridge Collapse: ચોમાસાનો વરસાદ શરૂ થતાં જ બિહાર ચર્ચામાં આવી ગયું હતું. તેનું કારણ હતું ત્યાં નદીઓ પર બનેલા પુલોનું સતત ધરાશાયી થવું. ત્યાં ગત 15 દિવસોમાં અલગ-અલગ નદીઓ પર બનેલા ડઝન પુલ પાણીમાં સમાઈ ગયા. આ પુલોના પાણીમાં છપાક થઈ ગયા બાદ હવે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાના વિચાર મૂક્યા છે. જમુઈથી સાંસદ ચિરાગે કહ્યું કે આ મુદ્દે જવાબદારી નક્કી થવી જ જોઈએ.
લોજપાના અધ્યક્ષ ચિરાગ પાસવાન ઘણા મુદ્દા પર ખુલીને વાત કરતાં નજર આવ્યા. બિહારમાં પુલ પડવા પર ચિરાગે કહ્યું, જે રીતે રાજ્યમાં પુલ પડી રહ્યાં છે. એક બાદ એક રીતે તેની જવાબદારી નક્કી થવી જ જોઈએ. તેમણે વધુમાં કહ્યું, ગુણવત્તા સાથે જો સમાધાન થયું છે તો તેનો અર્થ છે કે ક્યાંક ને ક્યાંક તો ભ્રષ્ટાચાર થયો છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં આ પુલોનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં નિર્માણાધીન પુલોનું ઓડિટ કરાવવાની માગ સાથે-સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે કમજોર અને જૂના પુલોનું ફરીથી નિર્માણ કરાવવામાં આવે.
વિશ્વની કોઈ તાકાત અનામત ખતમ કરી શકતી નથી
ચિરાગ પાસવાને અન્ય ઘણા મુદ્દા પર વાત કરી. નેપોટિઝ્મના મામલે બોલતાં તેમણે કહ્યું કે તે નેપો કિડ છે અને તે તેનાથી ક્યારેય ઈનકાર કરી શકતાં નથી. તેમણે કહ્યું કે તેમને ગર્વ છે કે તે રામ વિલાસ પાસવાનના પુત્ર છે. ચિરાગે કહ્યું કે તે બિહારી ચિરાગ પાસવાન કહેવડાવવું જ વધુ પસંદ કરશે. અનામત મુદ્દે ચિરાગે કહ્યું, દેશ તો શું દુનિયા, દુનિયાની કોઈ તાકાત અનામતને ખતમ કરી શકતી નથી. આ કોઈ ઉપકાર નથી, પરંતુ બંધારણીય અધિકાર છે.
તેજસ્વીની સાથે સંબંધ પર શું કહ્યું ચિરાગે?
તેમણે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે પોતાના સંબંધ વિશે પણ વાતચીત કરી. ચિરાગે કહ્યું કે જ્યારે કોઈ માતા-બહેન વિશે ખોટું બોલે છે તો તમે સહન કરી શકતાં નથી. આ વર્ષે એપ્રિલમાં આરજેડીના તેજસ્વી યાદવની રેલી દરમિયાન ચિરાગ પાસવાનની માતાને લઈને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ચિરાગ પાસવાને કહ્યું કે જ્યારે તેજસ્વીએ આ મામલે સ્પષ્ટતા આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે બંનેની વચ્ચે અંત ખૂબ વધી ગયું.
આ પણ વાંચો :
યુપીમાં ભાજપમાં આટલી હલચલ કેમ? દિગ્ગજ નેતા દિલ્હી રવાના
સરકારની આ પોલિસી લાગુ કરતાં જ અનેક શહેરોમાં સોનાના ભાવ ઘટશે, જાણો કેમ?
સુપ્રીમ કોર્ટમાં 2 નવા જજની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, પહેલીવાર મણિપુરની કોઈ વ્યક્તિ જજ