Actress Who Does not Wear Makeup: હિન્દી સિનેમાની સાથે-સાથે હાલમાં તમિલ સિનેમાને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં ઈન્ડસ્ટ્રી પર સાઉથની ફિલ્મોની બોલબાલા છે. તમિલ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા એક્ટર્સ છે જેમની ફિલ્મ છેલ્લા 2-3 વર્ષથી હિટ નથી થઈ પરંતુ તેમ છતાં તેમના સ્ટારડમમાં બિલ્કુલ પણ ઘટાડો નથી આવ્યો. એક એવી જ અભિનેત્રી રહી જણે પોતાના ડેબ્યૂ સાથે ફિલ્મી જગતમાં ધમાકો કરી દીધો પરંતુ ત્યારબાદ તેની કોઈ ફિલ્મ સારું પ્રદર્શન ન કરી શકી. એ અભિનેત્રી જે 13 વર્ષની ઉંમરમાં પોતાના ફિલ્મી ડેબ્યૂ સાથે તમામની પસંદ બની ગઈ પરંતુ છેલ્લા 3 વર્ષમાં આ એક્ટ્રેસની કોઈ ફિલ્મ ન ચાલી. રસપ્રદ વાત એ છે કે, હજું પણ આ અભિનેત્રી એક ફિલ્મ માટે તગડી ફી વસૂલે છે. તો ચાલો જાણીએ કે, કોણ છે આ અભિનેત્રી.
સાઈ પલ્લવીએ ‘પ્રેમમ’થી કર્યું હતું ડેબ્યૂ
સાઈ પલ્લવી સાઉથ સિનેમાનું એક જાણીતું નામ છે. 13 વર્ષની ઉંમરમાં સાઈ પલ્લવીએ ફિલ્મ ‘કસ્તૂરી માન’થી ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત સાઈએ ફિલ્મ ‘ધામ ધૂમ’માં પણ કામ કર્યું હતું. ત્યારબાદ સાઈ પલ્લવીએ મેડિકલનો અભ્યાસ કર્યો. પરંતુ સાઈએ નક્કી કર્યું કે મારે અભિનેત્રી જ બનવું છે. વર્ષ 2015માં આવેલી મલયાલમ ફિલ્મ ‘પ્રેમમ’થી સાઈએ પોતાનું લીડ એક્ટ્રેસ તરીકે બ્લોકબસ્ટર ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સાથે જ અભિનેત્રી સાઉથ ઈન્ડસ્ટ્રીની સ્ટાર બની ગઈ હતી. ત્યારબાદ સાઈ પલ્લવીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી.
સાઈ પલ્લવી મેકઅપ નથી કરાવતી
સાઈ અંગે રસપ્રદ વાત એ છે કે તે ક્યારેય પોતાની ફિલ્મોમાં મેકઅપ નથી કરાવતી. તેણે પોતાની ડેબ્યૂ ફિલ્મમાં પણ મેકઅપ કરવાનો ઈનકાર કરી દીધો હતો. એક અભિનેત્રી માટે મેકઅપ કરાવવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યાં સાઈ પલ્લવીએ ક્યારેય મેકઅપ નથી કરાવ્યો. સાઈ પલ્લવીનું માનવું છે કે તેની સાદગી જ તેને અન્ય અભિનેત્રીઓથી અલગ બનાવે છે. તેથી મેકર્સ દ્વારા વારંવાર સૂચન આપવા છતાં તે મેકઅપ નથી કરાવતી.
આ અંગે અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું સામાન્ય રીતે મારી ફિલ્મોમાં આઈલાઈનરનો ઉપયોગ કરું છું. કેમેરા સામે મારી આંખો ઘણી નાની દેખાય છે તેથી હું આઈલાઈનરનો ઉપયોગ કરું છું.
બોલિવૂડમાં ડેબ્યૂ માટે સાઈ પલ્લવી તૈયાર
સાઈ પલ્લવી બોલિવૂડમાં રણબીર કપૂર સાથે ફિલ્મ ‘રામાયણ’માં સીતાના પાત્રમાં નજર આવશે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર ફિલ્મના સેટ પરથી રણબીર અને સાઈની પ્રથમ લુકની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી અને ચાહકોએ અભિનેત્રીને માતા સીતાના લુકમાં ખૂબ પસંદ કરી હતી.
આ પણ વાંચો :
ભગવાન શ્રીકૃષ્ણ પર બની રહી છે વેબ સીરિઝ, ‘રામાયણ’ સાથે છે ખાસ કનેક્શન
આ બોલિવૂડ અભિનેત્રી છે ગૂગલમાં હેડ પોઝિશન પર, કરિયર ફ્લોપ જતાં છોડી હતી ઇન્ડસ્ટ્રી