image : Freepik
Jamnagar News : જામનગરમાં લાંચના કેસમાં અંડોવાયેલા જી.જી. હોસ્પિટલના પટ્ટાવાળાની એસીબીએ ધરપકડ કરીને ચાર દિવસના રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ બાદ ગઈકાલે રીમાન્ડ પુરા થતાં જેલ હવાલે કરવામાં આવ્યો છે.
એસીબીમાં નોંધાયેલી ફરિયાદના આધારે ગત તા.7 ના રોજ અમરેલીના શિક્ષકએ આરોગ્યને લગતા સર્ટીફીકેટ અંગે જી.જી. હોસ્પિટલના પટ્ટાવાળા અશોક પરમાર સામે લાંચ માંગ્યાની નોંધાવેલી ફરિયાદ ઉપરથી અમરેલી એસીબીએ જી.જી. હોસ્પિટલમાં ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદી સાથે વાતચીત અને રોકડ વ્યવહાર વેળાએ જ પટ્ટાવાળાને એસીબી ટ્રેપની ગંધ આવી જતાં ફરિયાદીને રકમ પરત આપીને તેનું કાંડુ પકડીને વોશ બેસીનના નળમાં હાથ અને પાવડરવાળી નોટો ધોવડાવીને પટ્ટાવાળો ફરાર થઈ ગયો હતો.
જે બાદ એસીબીએ તેના સામે ગુનો નોંધ્યો હતો, અને ગત અઠવાડીયે પટ્ટાવાળને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરીને 4 દિવસના રીમાન્ડ પર લીધો હતો. રીમાન્ડ દરમ્યાન એસીબીએ આકરી ઢબે કરેલી પુછપરછ આરંભી હતી. જે બાદ ગઈકાલે સોમવારે પટ્ટાવાળાના રીમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.