Accident in Jamnagar : જામનગર જિલ્લાના જોડીયા નજીક ખીરી ગામની ગોલાઈ પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં જોડિયા તાલુકાના કુનન્ડ ગામના પ્લમ્બર યુવાનને હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના કુનન્ડ ગામમાં રહેતો અને પ્લમ્બર તરીકે કામ કરતો હિરેન ધીરજભાઈ નકુમ નામનો 26 વર્ષનો સતવારા યુવાન ગત 7મી તારીખે જોડીયા નજીક ખીરી ગામના પાટીયા પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો.
જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે .03 જે. આર. 6047નંબરના ટ્રેક્ટરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્લમ્બર યુવાને માથાના ભાગે, તેમજ જમણા હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હતી. જે અકસ્માતના બનાવવા અંગે ટ્રેક્ટર ચાલક સામે જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.