back to top
Homeગુજરાતટેક્સટાઇલ વેપારીઓને રૃા.10.85 લાખ પેમેન્ટ નહી કરનારના આગોતરા જામીન રદ

ટેક્સટાઇલ વેપારીઓને રૃા.10.85 લાખ પેમેન્ટ નહી કરનારના આગોતરા જામીન રદ

 સુરત

શીવ એજન્સીના આરોપી સંચાલકે ફરિયાદી તથા અન્ય વેપારીઓને
પેમેન્ટનો ભરોસો આપીને ઉધાર માલ લીધા બાદ દુકાનનું શટર પાડી દીધું હતું

     

ટેક્સટાઈલ
માર્કેટના વેપારીઓ પાસેથી ઉધાર માલ ખરીદીને પેમેન્ટ નહીં ચુકવીને
10.85 લાખની ગુનાઈત
ઠગાઈનો કારસામાં સંડોવાયેલા આરોપીએ સલાબતપુરા પોલીસની ધરપકડથી બચવા કરેલી આગોતરા
જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે નકારી કાઢી છે.

રીંગરોડ
સ્થિત અભિષેક ટેક્ષટાઈલ માર્કેટમાં રઘુપતિ સિન્થેટીક્સના નામે સાડીનો ધંધો કરતાં
ફરિયાદી જયેશ રાજેન્દ્રપ્રસાદ અગ્રવાલ(રે.હીંદીયા બિલ્ડીંગ
,વેસુ)એ ગઈ તા.6-6-24ના રોજ પદ્માવતી ઓવરસીસના આરોપી સંચાલક નિલેશ ગોંડા,કાપડ
દલાલ અનિલ ભરતીયા તથા શીવ એજન્સીના સંચાલક જફરૃલહુશેન ઉર્ફે બીટ્ટુભાઈ હાસીમહુશેન
સૈયદ વિરુધ્ધ સલાબતપુરા પોલીસમાં ઈપીકો-
409,420,114ના ગુનાની
ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં જુલાઈ-૨૩થી આજસુધી
નિયમિત પેમેન્ટ ચુકવવાની બાંહેધરી આપીને ફરિયાદી સહિત અન્ય પાંચ વેપારીઓ પાસેથી
કુલ રૃ.
10.85 લાખનો ઉધાર સાડીનો જથ્થો ખરીદ્યો હતો.ત્યારબાદ
પેમેન્ટ કે માલ પરત આપ્યા વિના આરોપીઓએ દુકાનના શટર પાડી દઈને ગુનાઈત ઠગાઈનો કારસો
રચ્યો હતો.


કેસમાં સલાબતપુરા પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી જફરૃલહુશેન ઉર્ફે બીટ્ટુભાઈ
હાસીમ હુશેન સૈયદ(રે.ગોલંદાજ સ્ટ્રીટ નાનપુરા)એ આગોતરા જામીન માટે માંગ કરી
હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે 
બનાવના દશ માસ બાદ વિલંબિત ફરિયાદનો ખુલાશો ન કરવા
,ધંધાકીય વ્યવહારને
ફોજદારી સ્વરૃપ આપી ખોટી ફરિયાદ કર્યાનો બચાવ લીધો હતો.જેના વિરોધમાં સરકારપક્ષે
એપીપી સંતોષ કે.ગોહીલે જણાવ્યું હતું કે હાલના આરોપી શીવ એજન્સીના સંચાલક તરીકે
દલાલનો રોલ ભજવ્યો છે.આરોપીએ સહઆરોપી નિલેશ ગોંડાને માલ આપવાનું જણાવીને પેમેન્ટની
જવાબદારી પોતે લઈને ફરિયાદી તથા અન્ય સાક્ષી વેપારીઓ પાસેથી ઉધાર માલ ખરીદીને
પેમેન્ટ નહીં આપીને ઠગાઈ કરી છે.આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનાની તપાસ ચાલુ
હોઈ આગોતરા જામીન આપવાથી તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments