Image: IANS
Pahlaj Nihalani rubbishes Govinda’s claim: રિયાલ્ટી શો આપ કી અદાલતમાં ગોવિંદાએ આપેલુ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. ગોવિંદાએ પોતાને જેમ્સ કેમરોનની ફિલ્મ અવતારમાં રોલ ઓફર થયો હોવાનું નિવેદન આપતાં ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે. અભિનેતાને સાયન્સ-ફિક્શન ફિલ્મની ઓફર થઈ હોવા મામલે ભારપૂર્વક વાત કરી હોવા છતાં લોકો મોટાપાયે ટીકાઓ કરી રહ્યા છે. સીબીએફસીના ભૂતપૂર્વ ચીફ અને ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીએ હવે ગોવિંદાના દાવાને રદિયો આપ્યો છે. શુક્રવારે એક ઈન્ટરવ્યુમાં પહલાજે કહ્યું હતું કે, એક્ટર-રાજકરણીનું મગજ ફરી ગયું છે, તે પોતાની અધૂરી હિન્દી ફિલ્મને અવતાર સાથે સાંકળી લીધી છે. તે પોતે મુંઝવણમાં છે.
ગોવિંદાએ હિન્દી ફિલ્મ અવતાર કરી હતી
ગોવિંદાના નિવેદન પર પહલાજે કહ્યું કે, મે તેના માટે અવતાર નામની ફિલ્મ બનાવી હતી. જે 40 મિનિટની ફિલ્મને હું મારી સર્વશ્રેષ્ઠ ફિલ્મો પૈકી એક માનું છું. તે કાનમાં પણ ગઈ હતી. તે જ અવતાર ટાઈટલથી ખબર નહીં તેના મગજમાં શું આવ્યું, કે, બાદમાં તે પોતે દાવો કરવા લાગ્યો કે, તેને (હોલિવુડ)ની અવતારમાં અભિનય કરવાની તક મળી હતી. તેના મગજનું ડિસ્ક હલી ગયુ છે, અને હિન્દીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સફર થઈ ગયું છે. મને ખબર નથી પડતી કે, એક સરખું ટાઈટલ તેના મગજમાં ખોટી ધારણા ઉભી કરશે. તે સતત દાવો કરી રહ્યો હતો કે, તેને હોલિવુડની અવતારમાં કામ કર્યું. તેના મગજના સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે.
ક્યારેય મેકઅપ નથી કરાવતી આ જાણીતી અભિનેત્રી, તગડી ફી વસૂલે છે, હવે બોલિવૂડમાં કરશે ડેબ્યૂ
ગોવિંદા હિન્દી ફિલ્મને અવતાર સાથે સાંકળી
વધુમાં નિહલાનીએ કહ્યું કે, ગોવિંદા કહી રહ્યો હતો કે, તેને અવતાર ઓફર થઈ હતી, પરંતુ તે ભૂલી ગયો કે, તે વાસ્તવમાં પહલાજ નિહલાનીની અવતાર છે. અને તેનાથી મોટી ભૂલ સર્જાઈ. ચલો તેને તેના હાલ પર છોડીએ, અમે એક શિડ્યુલમાં આ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતિમ ક્ષણોમાં તેણે ચા સાથે કઈ બદામ ખાધી કે, તેને ચક્કર આવી ગયા અને બસ, તે દિવસથી તેનું મગજ ઠેકાણે રહેતુ નથી. તે વિચિત્ર વાતો કરવા લાગ્યો. લેટ લતિફ થી ગયો. તે વ્યવસ્થિત સમયસર શુટિંગમાં આવતો ન હતો. અને શોટ તૈયાર હોય ત્યાં તે જેવો અભિનય કરવા ઉભો થાય કે, તુરંત જ તેને ચક્કર આવવા લાગે. ખબર નહીં બદામમાં એવુ શું હતું, તે આજ સુધી રહસ્ય જ છે.
ગોવિંદાએ પહલાજ નિહલાની દ્વારા નિર્મિત રંગીલા રાજામાં તેણે અંતિમ રોલ કર્યો હતો. હાલમાં જ તે લોકસભા ચૂંટણી 2024માં શિવસેનામાં જોડાયો હતો.