અમદાવાદ,મંગળવાર
દાણીલીમડામાં પજોશી યુવકે મહિલાને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં મહિલાએ અવાર નવાર લગ્ન અંગે કહેતા શખ્સે ના પાડી દીધી હતી. જેથી મહિલાએ શખ્સ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૃ કરી છે.
મહિલાએ શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ કરતા દાણીલીમડા પોલીસે ગુનો નોધી ફરાર આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી
દાણીલીમડામાં પરિવાર સાથે રહેતી ૩૫ વર્ષીય મહિલાએ પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કેમહિલાએ અગાઉ લગ્ન બાદ પતિ સાથે મનમેળ ન આવતા છૂટાછેડા લીધા હતા. બાદમાં સાત મહિના અગાઉ તે તેના જ વિસ્તારમાં રહેતા યુવક સાથે સંપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આરોપી અવાર નવાર મહિલાના ઘરે આવતો હતો અને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
એટલું જ નહી શખ્સ પરિણીત હોવાનું સામે આવ્યા બાદ પણ શખ્સે મહિલાને તેની સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપ્યો હતો. પરંતું મહિલાએ અનેકવાર લગ્ન અંગે કહેતા શખ્સે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ શખ્સ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.