– ભાવનગર જિલ્લામાં નમો લક્ષ્મી યોજનામાં 4,283 અને નમો સરસ્વતિ યોજનામાં 1156 રજિસ્ટ્રેશન બાકી
– શાળાઓએ પ્રાંરભિક તબક્કે કરેલી ભુલોના કારણે કામગીરી બાકી રહી હોવાનું શિક્ષણાધિકારી કચેરીની તપાસમાં બહાર આવ્યું : શનિવાર બાદ શાળાઓ સામે કડક કાર્યવાહી કરાશે
આ અંગેની વિગત એવી છે કે, વિદ્યાર્થિનીઓનેે આર્થિક સહાય બક્ષતી સરકારની નમો લક્ષ્મી યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં નોંધાયેલી ૪૨૮ શાળામાં ધો.૯માં નોંધાયેલી વિદ્યાર્થિનીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહીં છે. જેમાં પરિવારની વાર્ષિક છ લાખની મર્યાદા સહિતના ક્રાઈટ એરિયા મુજબ હાલ નોંધાયેલી વિદ્યાર્થીનીઓ પૈકી હાલ ૯૨ ટકા વિદ્યાર્થિનીઓનું રજિસ્ટ્રેશન થયું છે. જ્યારે ૪,૨૮૩ વિદ્યાર્થિનીઓનું રજિસ્ટ્રેશન હજુ બાકી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આ ઓનલાઈ કામગીરી શાળા કક્ષાએ કરવાની હોય તાજેતરમાં જનરેટ થયેલાં રિપોર્ટમાં આ યોજના અંતર્ગત જિલ્લાની ૨૭ શાળાઓમાં ૧૦૦ ટકા કામગીરી પેન્ડીંગ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, ઘણી શાળા માત્ર વિદ્યાર્થી પુરતીજ સમિતિ હોય છે. પરંતુ પોર્ટલ અપડેટ કરતી વખતે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થિનીઓ (દીકરીઓ) દર્શવાઈ ગયાની ભૂલો સામે આવી છે. તો ઘણી શાળાઓ કો-એજ્યુકેશન એટલે કે જેમાં દિકરા-દીકરી બન્ને પ્રવેશપાત્ર હોય તેવી શાળામાં આ વર્ષે ધો.૯માં એકપણ વિદ્યાર્થિની (દીકરી)એ પ્રવેશ જ ન લીધો હોય તેવી શાળાઆ પેન્ડીંગ કામગીરીમાં સમાવિષ્ટ થઈ હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. એ જ રીતે નમો સરસ્વતી યોજના કે જે ધો. ૧૧ સાયન્સના વિદ્યાર્થીઓ માટેની યોજના છે. જેમાં હાલ ૧,૧૫૬ વિદ્યાર્થીઓનું રજિટ્રેશન બાકી છે તો ૧૮ જેટલી શાળાની કામગીરી પેન્ડીંગ હોય જેમાં કેટલીક શાળામાં વિજ્ઞાાન પ્રવાહ ચાલતુ ન હોય છતાં પોર્ટલના ૬૩માં કોલમમાં શાળાઓએ ભૂલ કરતાં ડેટામાં તેમની કામગીરી પેન્ડીંગ બોલતી હોવાનું તપાસમાં જણાઈ આવ્યોં છે. જો કે, બન્ને કક્ષાએ બન્ને યોજનામાં જે તે શાળાઓએ જ સુધારો કરવાનો હોય છે. પરંતુ યોજના પૂર્ણ થવા આવી છતાં અમુક શાળાઓ યોજનાની કામગીરી પૂર્ણ કરવા માટે ચોકસાઈપૂર્વક કામ કરતી ન હોવાનું જણાઈ આવ્યું છે. તેમ પણ જિલ્લા શિક્ષણાધિકારીએ વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું. તેમણે અંતમાં જે શાળાઓએ આ બન્ને યોજનામાં વિદ્યાર્થી રજિસ્ટ્રેશનની આજ દિન સુધી પુર્ણ કરી નથી. તેવી શાળાઓને આગામી તા.૨૦ જુલાઈને શનિવાર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા જિલ્લાશિક્ષણાધિકારી કચેરીએ પરિપત્ર કર્યો છે. સમય મર્યાદા કામગીરી પૂર્ણ નહીં કરનાર શાળા અને તેના સંચાલકો સામે શિક્ષાત્મક પગલા લેવાશે. તેમ શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.