back to top
Homeબિઝનેસબજેટ 2024-25માં મહિલાઓ પર ફોકસ કરાશે, આ યોજના દેશભરમાં લાગુ થવાની આશા

બજેટ 2024-25માં મહિલાઓ પર ફોકસ કરાશે, આ યોજના દેશભરમાં લાગુ થવાની આશા

Image: IANS

Budget 2024: મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ 23 જુલાઈના રોજ રજૂ કરવા જઈ રહી છે. લોકોને અપેક્ષા છે કે, સરકાર બજેટમાં તમામ વર્ગને આવરી લેતાં આકર્ષક જાહેરાતો કરી શકે છે. જેમાં મહિલાઓ માટે પણ ખાસ જાહેરાતો થવાની શક્યતા છે. સરકાર દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહના યોજના લાવી શકે છે. મધ્યપ્રદેશ સરકાર મહિલાઓને દરમહિને રૂ. 1250 આપી રહી છે. કેન્દ્ર સરકાર પણ આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરી શકે છે.

બજેટમાં મહિલાઓ માટે આ જાહેરાતો થવાની શક્યતા

લખપતિ દીદી સ્કીમ મારફત મહિલાઓને સ્વનિર્ભર બનાવવા પર ફોકસ

રાંધણ ગેસ માટે ડીબીટી જેવી પહેલો માટે સંભવિત વધારાના પગલાં

મહિલાઓ માટે મફત હેલ્થ ચેકઅપ કે સબસિડાઈઝ્ડ હેલ્થ ચેકઅપ સ્કીમ, સરકારી હોસ્પિટલ્સ માટે ફંડિંગમાં વધારો કરશે

9થી 14 વર્ષની સગીરાઓને સર્વાઈકલ કેન્સર વિરૂદ્ધ રસી મૂકાવવા માટે પ્રોત્સાહન કરશે

આશા બહેનો અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે આયુષ્માન ભારત સ્કીમ હેઠળ હેલ્થ કવર

તમામ ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓને એક જ વ્યાપક પ્રોગ્રામ હેઠળ આવી લેવાની માગ

મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા રૂ. 30 કરોડની મુદ્રા લોન યોજનાનુ સરળીકરણ

કામના સ્થળે મહિલાઓની ભાગીદારી વધારવા પ્રયાસ

ગ્રામીણ વિસ્તારોમાં પીએમ આવાસ યોજના અંતર્ગત 70 ટકા ઘર મહિલાઓને આપવાની હિમાયત

બજેટમાં છૂટક કામ કરતાં કામદારોને એક્સિડેન્ટલ અને મેડિકલ ઈન્સ્યોરન્સની ભેટ મળી શકે છે

શું છે મધ્યપ્રદેશ સરકારની લાડલી યોજના

મધ્ય પ્રદેશની મુખ્યમંત્રી લાડલી બહના યોજનામાં રાજ્યની 1.2 કરોડ મહિલાઓને દરમહિને રૂ. 1250 આપવામાં આવે છે. રાજ્ય સરકાર આ રકમ વધારી રૂ. 3000 કરવાની યોજના ધરાવે છે. લાડલી બહેના સ્કીમનો લાભ ઉઠાવવાની લઘુત્તમ વયમર્યાદા 23 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરી છે. જેના લાભાર્થીઓની સંખ્યા 1.32 કરોડ થઈ છે. આ યોજના હેઠળ કોઈપણ પરિવારની મહિલા અરજી કરી શકે છે. જેની શરત એટલી છે કે, ઈનકમ ટેક્સ ચૂકવનારી મહિલાઓ તથા પરિવારમાં કોઈ પણ ટેક્સ ચૂકવતા હોય તો તેવી મહિલાઓ અરજી કરી શકશે નહીં. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments