back to top
Homeપ્રાઈમ ન્યૂઝભારતના 'મિત્ર' દેશમાં આકાશથી વરસી આફત, અનેક મકાન ધરાશાયી, 35નાં મોત, 230થી...

ભારતના ‘મિત્ર’ દેશમાં આકાશથી વરસી આફત, અનેક મકાન ધરાશાયી, 35નાં મોત, 230થી વધુ ઈજાગ્રસ્ત

image:ians

Floods In Afghanistan: ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનના ભારે વરસાદ પડી રહ્યો છે. જેનો કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા કુરેશી બદલુને જણાવ્યું હતું કે, ‘જલાલાબાદ અને નાંગરહાર પ્રાંતના કેટલાક જિલ્લામાં પવન સાથે પડેલા વરસાદના કારણે 35 લોકોના મોત થયા હતા અને 230થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.’

પૂરે તબાહી સર્જી 

અફઘાનિસ્તાનમાં પૂરે સર્જેલી તબાહી અંગે કુરેશી બદલુને જણાવ્યું હતું કે, ‘ભારે તોફાન અને વરસાદને કારણે વૃક્ષો, દિવાલો અને લોકોના ઘરોની છત ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે લોકોના મોત થયા હતા. મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ઈજાગ્રસ્તનો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: આતંકીઓનો પીછો કરનારા 4 બહાદૂર જવાન શહીદ, જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભયાનક એન્કાઉન્ટર

અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતોમાં ભારે વરસાદ

માર્ચની શરૂઆતમાં અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતોમાં ભારે વરસાદ અને હિમવર્ષાએ વિનાશ વેર્યો હતો. ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ઓછામાં ઓછા 39 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા.ઉલ્લેખનીય છે કે, યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં છેલ્લે મે મહિનાથી અત્યાર સુધીમાં ભારે વરસાદ અને પૂર જેવી આકાશી આફતને લીધે 400થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments