back to top
Homeદુનિયાભારતે યુધ્ધ પીડિત પેલેસ્ટાઇનીઓ માટે 2.5 મિલિયન ડોલરની મદદ કરી

ભારતે યુધ્ધ પીડિત પેલેસ્ટાઇનીઓ માટે 2.5 મિલિયન ડોલરની મદદ કરી

ન્યૂર્યોક,૧૬ જુલાઇ,૨૦૨૪, મંગળવાર 

ભારત સરકારે ૨૦૨૪-૨૫ના વર્ષ માટે પેલેસ્ટાઇન શરણાર્થીઓને મદદની પહેલો હપ્તો આપી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે પેલેસ્ટાઇની શરણાર્થીઓ માટે સંયુકત રાષ્ટ્ર રાહત કાર્યને ૨.૫ મિલિયન યુએસ ડોલર આપ્યા છે. ગાજામાં ચાલતા સતત પ્રદર્શન અને યુદ્ધ પછીની ગરીબીથી બેહાલ લોકોની મદદ માટે કુલ ૫ મિલિયન ડોલરની મદદ કરશે. 

રામલ્લાહમાં ભારતના પ્રતિનિધિ કાર્યાલયે એકસ પર પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ યૂએનઅબ્ડબ્લ્યુ હેઠળ વર્ષ દરમિયાન મદદ કરવાનું નકકી કર્યું છે. દુનિયામાં પેલેસ્ટાઇની શરણાર્થીઓના શિક્ષણ,આરોગ્ય અને સામાજિક સેવાઓ માટે સંયુકત રાષ્ટ્રની એજન્સી કાર્યક્રમ ચલાવે છે.

ગત ૨૦૨૩માં ભારતે ૩૫ મિલિયન ડોલરની આર્થિક મદદ કરી છે. તાજેતરમાં ન્યૂયોર્ક ખાતે યુએન એજન્સીના આયોજિત એક સંમેલનમાં ભારતે મદદની જાહેરાત કરી હતી. યુએનઆરડબ્લ્યુએ યુએનનું સભ્યપદ ધરાવતા તમામ દેશોની આર્થિક મદદથી ચાલતો માનવીય મદદ કાર્યક્રમ છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments