South Asian Karate Championship : ભૂતાનમાં ચાલી રહેલી કરાટેની સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરના જાણીતા લાયન્સ કરાટે ક્લબની જીલ મકવાણા ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
જેમાં 7 દેશોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આ સાથે તેમના પિતા અને કોચ તરીકે ફરજ બજાવતા સિહાન નીતિશ મકવાણા, અને કરાટે ડુ. ફેડરેશન ગુજરાતના પ્રમુખ હંસી કલ્પેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ જીલ મકવાણા ગુજરાત તથા ભારતનું નામ રોશન કરશે.