ગોવા અને ફાર્મ હાઉસમાં લઈ જઈ
ડો.યાજ્ઞિાક રોડ પર પ્રાઈવેટ નોકરી કરતી યુવતીની ફરિયાદ પરથી આધેડ શખ્સ સામે ગુનો
રાજકોટ: રાજકોટમાં રહેતી અને પ્રાઈવેટ નોકરી કરતી યુવતીને તેની ઓફિસ ઉપરાંત ગોવા સહિતના સ્થળે હિમાંશુ શાહ નામના આધેડે અડપલા કરી છેડતી કર્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્ર.નગર પોલીસે આ અંગે રાજકોટમાં રહેતી અને ડો.યાજ્ઞિાક રોડ પર કંપનીમાં પ્રાઈવેટ નોકરી કરતી યુવતીની ફરિયાદ પરથી હિમાંશુ મનહરલાલ શાહ (ઉ.વ.પ૪, રહે. નવીનનગર, નિલકંઠ મહાદેવ મંદિર સામે, રાજકોટ) સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર યુવતીને ઓકટોબર-ર૦ર૩ થી ર૦ જાન્યુ-ર૦ર૪ સુધીમાં તેની ઓફિસ ઉપરાંત ગોવા અને ફાર્મ હાઉસમાં લઈ જઈ શારીરીક અડપલા કરી છેડતી કરી હતી. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ જારી રખાઈ છે.