Discussion of land scam : ગુજરાત રાજ્યમાં અવારનવાર કરવામાં આવી રહેલા જમીન કૌભાંડો મુદ્દે કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને પત્ર લખી 10 દિવસીય વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરી છે.
આ માંગ સાથે કોંગ્રેસના નેતાઅમિત ચાવડાએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર હર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે અને વિધાનસભા સત્ર ઓછું બોલાવવાનો પ્રયત્ન કરે છે. આવતા મહિને માત્ર નિયમોના કારણે બે દિવસનું સત્ર બોલાવશે. ગુજરાતના પ્રશ્નો, સમસ્યા અને તકલીફ મુદ્દે ઓછામાં ઓછું 10 દિવસનું વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગણી કરી છે.
વિદ્યાર્થીઓના વિરોધ બાદ મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો: જાણો હવે કેટલી ભરવી પડશે ફી
જમીન કૌભાંડ મુદ્દે તેમણે સરકાર પર આક્ષેપ કર્યો કે ડબલ એન્જિન સરકારમાં ગૌચર ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવ્યા જેથી ગાયો કતખાનાઓમાં જાય અને કતલખાનાઓના માલિકો પાસેથી ફંડ લઈને ચૂંટણીઓ લડે અને તેમનાં સરકારમાં આવ્યા પછી પાછા જમીન કૌભાંડ થાય. તેમણે ઉલ્લેખ કર્યો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાચું કહેતાં હતાં કે મહેસૂલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો અને આજે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ એવોર્ડ આપી શકાય એ રીતે ભ્રષ્ટાચાર થાય છે. નામદાર હાઇકોર્ટે કચ્છની ગૌચર જમીન મુદ્દે અદાણી પાસેથી લઇને જમીન પાછી ગૌચર કરવાનો હુકમ કર્યો છે.
તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર આક્ષેપ કર્યો કે અમિત શાહનો લોકસભા વિસ્તાર અને ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા નજીકના મૂલાસણા ગામમાં 20,000 કરોડની જમીનનું કૌભાંડ થયું છે. તેમાં કયા મુખ્યમંત્રી હતા , સચિવ કોણ હતા? કલેકટર જેલમાં ગયા તો માસ્ટર માઇન્ડ ક્યાં ? એનો મતલબ સરકારની સીધી સંડોવણી સ્પષ્ટ થાય છે.
દહેગામનું ગામ વેચી મારવાના કેસમાં ગાંધીનગર પોલીસે 2ની ધડપકડ કરી, 5 ફરાર
સુરત તત્કાલીન કલેકટરના સસ્પેન્સન પર તેમણે આક્ષેપ કર્યો કે સરકારી જમીન ગણોતિયાના નામે કરી દેવામાં આવી ત્યાં સી આર પાટીલ અને ગૃહમંત્રીનું હોમ ટાઉન હોય ત્યાં એમની ઈચ્છા વગર ઝાડનું પાંદડું પણ હલી ના શકે તો કોની સૂચનાથી કૌભાંડ થયું. કલેકટર સસ્પેન્ડ થાય તો એમાં સામેલ થયેલા સરકારના લોકો સામે કાર્યવાહી થશે ?
તેજ રીતે તેમણે દાહોદમાં આદિવાસી જમીનને ખોટી રીતે NA કરીને જમીન બિન ખેડૂતોને પધરાવી દેવાનું બહાર આવ્યું પણ દાહોદ ભાજપના મોટા નેતાઓની તપાસ કરવામાં આવતી નથી. આ ઊપરાંત અમદાવાદની સંસ્કાર ધામની જમીન, દહેગામની જમીનનું કૌભાડ થાય અને મુખ્યમંત્રી જમીન કૌભાંડ થવા દેવા માટે મૃદુ છે પણ પગલાં લેવા મક્કમ નથી.
વિધાનસભા સત્ર બોલાવવા અંગે તેમણે આવા કૌભાંડમાં નાના અધિકારીઓને જેલમાં નાખવામાં આવે છે અને મોટા ને સાચવવામાં આવે છે. આ લોકો સામે પગલાં લેવા વિધાનસભા અધ્યક્ષને લેખિતમાં માંગ કરી છે. જમીન મુદ્દે જાણકારી બાદ તેમણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના એટલે ધોરણ 9માં ભણતી છોકરીઓને સાયકલ આપવાની યોજનામાં SC ST OBC ની દીકરીઓને સાયકલ મળે તેમાં ભ્રષ્ટાચાર કરવાના હેતુથી યોજનામાં વિલંબ કરીને 8 કરોડ રૂપિયાના કૌભાંડમાં મુખ્યમંત્રી કાર્યાલયની સંડોવણીનો આક્ષેપ કર્યો હતો.