back to top
Homeજ્યોતિષવાંચો તમારું 15 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

વાંચો તમારું 15 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મિલન-મુલાકાત થઈ શકે.

વૃષભ : આપના કાર્યની સાથે અન્ય સહકર્મીનું કામ આવી જતાં, બીજુ કોઈ કામ આવી જતા આપના કાર્યભાર-દોડધામ શ્રમમાં વધારો થાય.

મિથુન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.

કર્ક : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.

સિંહ : આપના યશ પદ ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.

કન્યા : આપના કામમાં સાનુકુળતા રહે. સીઝનલ ધંધામાં આપને આવક જણાય. કુટુંબ- પરિવારના કામમાં વ્યસ્ત રહેવાનું બને.

તુલા : રાજકીય- સરકારી કામમાં કોર્ટ- કચેરીના કામમાં આપને સાનુકુળતા મળી રહે. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે.

વૃશ્ચિક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. કોર્ટ- કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

ધન : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. હર્ષ-લાભ રહે.

મકર : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. આપની વ્યસ્તતા દોડધામ શ્રમમાં વધારો જણાય. થાક અનુભવાય.

કુંભ : યાત્રા-પ્રવાસ, મિલન મુલાકાતનું આયોજન થવાથી આનંદ રહે. નોકર-ચાકરવર્ગ સહકાર્યકરવર્ગની મદદથી કામનો ઉકેલ લાવી શકો.

મીન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા ઉચાટ ખર્ચ જણાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

– અગ્નિદત્ત પદમનાભ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments