Vadodara News : વડોદરા શહેરમાં ચોરી, મારામારી, દારૂના કેસની ગેરકાયદે પ્રવૃતિ સાથે સંકળાયેલા બે આરોપીની પાસા હેઠળ અટકાયત કરાઇ હતી. જેમાં એકને રાજકોટ તથા બીજાને ભૂજ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના ખોડિયારનગર પાંજરાપોળ પાસે જીઓના પેટ્રોલ પંપ પર કર્મચારી સાથે ઝઘડો કર્યો બાદ તલવાર તથા પ્લાસ્કિટની પાઇપો સાથે 20થી 25 લોકોનું ટોળુ ધસી આવ્યું હતું. ત્યારબાદ કર્મીઓ પર તલવારથી હુમલો કરી 80થી 90 હજારની ઝુટવી ફરાર થઇ ગયા હતા. ઉપરાંત સુભાનપુરા વિસ્તારમાંથી ચોરીના ગુનામાં ચંદનસિંગ દયાશંકર રાજપૂત (રહે.ખોડિયારનગર) ઝડપી પાડ્યો હતો. તેવી જ રીતે વિદેશી દારૂના કેસમાં વારંવાર સંડોવાતા આરોપીને સંદિપ ઉર્ફે પુઠ્ઠો રાજુ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. બંને આરોપી વારંવાર ગુનાઇત પ્રવૃતિ સાથે સંકળાયેલા હોય બંને આરોપીને પાસા હેઠળ અટકાયત કરીને તેમ ચંદનસિંગને રાજકોજ તથા સંદિપને ભુજ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.