– ‘આ સુજાડનાર જ ભગવાન જગન્નાથ હતા’ : ભક્તો કહે છે
– ટ્રમ્પે માથું ફેરવ્યું તેથી ગોળી માથામાં પાછળ વાગવાને બદલે કાન પર છરકો કરી ચાલી ગઈ : જો આમ ન થયું હોત તો તેમની ખોપરી જ ઉડી જાત
વોશિંગ્ટન : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવાનિયામાં એક રેલીને જોર-શોરથી સંબોધી રહ્યા હતા ત્યારે એક ૨૦ વર્ષીય હુમલાખોરે તેઓની ઉપર ગોળી ચલાવી, તે પૈકીની એક તેમના કાનના ઉપરના ભાગને છરકો કરી ચાલી ગઈ. પૂર્વ પ્રમુખ બચી ગયા.
આ અંગે પ્રાપ્ય રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પે પોતે જ કહ્યું હતું કે, તેઓ પ્રવચન આપતા હતા ત્યારે અમેરિકામાં ગેરકાયદે ઘૂસી આવનારાઓ વિષે માહિતી આપતો એક ચાર્ટ મોટા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યો હતો. પ્રવચન દરમિયાન જ તેઓએ, તે ચાર્ટ જોવા માટે માથું ફેરવ્યું તેથી ગોળી તેમના જમણ કાન ઉપર છરકો કરીને ચાલી ગઈ તેથી કાનના ઉપરના ભાગેથી ઊડેલા લોહીને લીધે તેમના મોંનો જમણો ભાગ પણ રક્ત-રંજિત બની ગયો. પરંતુ તેઓ બચી ગયા. જો મોં ફેરવ્યું ન હોત તો, ગોળી સીધી જ માથાના પાછળના ભાગે વાગતાં તેઓની ખોપરી જ ઉડી ગઈ હોત.
ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ બચી ગયા. તે અંગે ભક્તો કહે છે કે, પ્રવચન દરમિયાન જ સ્ક્રીન ઉપર તે ચાર્ટ પ્રકાશિત થવો અને તે તરફ ટ્રમ્પનું ધ્યાન જવું તે બધુ કરનરા ભગવાન જગન્નાથજી જ હતા. તેમનું ધ્યાન ચાર્ટ તરફ દોરનાર પણ ભગવાન જગન્નાથજી જ હતા.
ઉલ્લેખનીય છે કે ભારતના સંતો જેવા કે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ મહેશ યોગી, ઇસ્કોનના સ્થાપક શ્રી પ્રભુપાદાચાર્ય, આચર્ય રજનીશ, પ્રમુખ સ્વામી મહારાજ ઇત્યાદિયે હિન્દુ ધર્મ તત્વજ્ઞાાન અને જીવન પદ્ધતિનો પ્રચાર પ્રેમથી ભાવનાથી કર્યો છે. યોગ દ્વારા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર થઈ રહ્યો છે. યોગ વિદેશોમાં તેટલો વ્યાપક બન્યો છે કે વિદેશીઓ પણ હવે યોગ-ગુરુ બની રહ્યા છે. ઋષિ શુનકે કહ્યું હતું કે, મને તેનો ગર્વ છે. આમ ભારતીય સંસ્કૃતિ, પ્રેમથી અને જ્ઞાાનથી પ્રસરી રહી છે, તલવારથી નહીં તે સવિશેષ ઉલ્લેખનીય છે.